જૂનાગઢના બિલખા રોડ આંબેડકરનગર ખાતે રહેતા રવિન્દ્રભાઈ ગોવિંદભાઈ વાવેચા(ઉ.વ.૬૯)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની સીટી પ્યાગો રીક્ષા નંબર જીજે-૧૧-યુયુ-૩૧પ૭ રૂા.૭૦ હજારની કિંમતની ગત તા.ર૯-૧૧-ર૦ર૩ના બપોરના ૧ર વાગ્યાના અરસામાં ભવનાથ જીલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.