જૂનાગઢમાં ફોરવ્હીલની બાજુમાં ટુવ્હીલ પાર્ક કરવાના મનદુઃખે હુમલો

0

જૂનાગઢના મોનાર્ક રેસીડેન્સી-૪, ઈ વિંગના ખુણે બનેલા બનાવમાં ટુ વ્હીલર પાર્ક કરવાના મનદુઃખે માર મારવાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી જયભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા(ઉ.વ.૩૪) રહે.ઈ-૧૦૩, મોનાર્ક રેસીડેન્સી-૪ વાળાએ દિનેશ રાણીંગા(ઉ.વ.પપ), અભય દિનેશ રાણીંગા રહે.બંને જૂનાગઢ તથા એક અજાણ્યો શખ્સ વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીના ભાઈ દિપભાઈએ આ કામના આરોપીઓની ફોરવ્હીલની બાજુમાં પોતાની ટુવ્હીલર પાર્ક કરેલ હોય જે વાતનું મનદુઃખ રાખી આ કામના ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ડાબા હાથમાં કોણીની નીચેના ભાગે કોઈ વસ્તુ મારતા ફેકચર કરી તથા ફરિયાદીને માથામાં તથા ચેહરા ઉપર ઢીકા મારી ભુંડી ગાળો આપી એકબીજાને મદદગારી કરી નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!