જૂનાગઢના ઐતિહાસીક ઉપરોકટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન

0

રૂા.રપ એન્ટ્રી ફી લેવાશે અને સવારના ૮ વાગ્યાથી બપોરે ૪ કલાક સુધી પતંગ મહોત્સવનું આયોજન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી મકરસંક્રાંતી પર્વની ઉત્સાહભેર ઉજવણીનો માહોલ હાલ પ્રવર્તી રહ્યો છે. ગુજરાતના રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, નડીયાદ સહિતના શહેરોમાં પતંગો ઉડાડવાનો ક્રેજ ખુબ જ રહેલો છે. જૂનાગઢ શહેરમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી મકરસંક્રાંતીના દિવસે પતંગો ઉડાવવામાં આવે છે અને દિવસે-દિવસે પતંગ ઉડાડવા માટે લોકો ઉત્સાહી બની રહ્યા છે. મકરસંક્રાંતી પર્વના આડે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરમાં આ વર્ષે શહેરના માર્ગો ઉપર આકર્ષક પતંગના સ્ટોલો લાગી ગયા છે તેમજ પતંગ ઉડાવવા માટે ખાસ પ્રકારની દોરી કે જેનો માંજાે પીવડાવવામાં આવતો હોય અને આ દોરી તૈયાર કરી અને પતંગના પેચ ઉડાવવામાં આવતા હોય છે. આજે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ અને દોરાના વેંચાણ કેન્દ્ર શરૂ થઈ ગયા છે અને વિવિધ પ્રકારની પતંગો આકર્ષક ડીઝાઈન સાથે જાેવા મળી રહી છે. આ વર્ષે જૂનાગઢના ઈતિહાસમાં પહેલીવાર બને તેવું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ સવાણી હેરીટેજ દ્વારા સૌપ્રથમવાર ઐતિહાસીક ઉપરકોટ ખાતે આ વર્ષે જૂનાગઢવાસીઓ માટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ પતંગ મહોત્સવમાં માત્ર જૂનાગઢ શહેરના નાગરિક હોય તે જ ભાગ લઈ શકશે અને રૂા.રપની ટિકીટ ફરજીયાત છે અને આ ટિકીટ ખરીદનાર વ્યકિત જ તેનો ઉપયોગ કરી શકશે. ટિકીટ ખરીદનારે પોતાનું આઈકાર્ડ સાથે રાખવાનું રહેશે. તેમજ પ્લાસ્ટીક બનાવટની પતંગો કે ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે. ઉપરકોટખાતે આ વખતે મકરસંક્રાંતિના પર્વને લઈને પતંગ મહોત્સવનું આયોજન થયું છે તેને નગરજનો હોશપુર્વક આવકારી અને આ પતંગ ઉત્સવમાં ભાગ લેવા નગરજનોને અનુરોધ કરાયો છે.

error: Content is protected !!