જૂનાગઢમાં પૈસા બાબતે હુમલો માર માર્યો

0

જૂનાગઢમાં પૈસા બાબતે હુમલો કરી માર મારવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી મુખ્તારખાન મહમદખાન પઠાણ(ઉ.વ.પર) રહે.નાથીબુ મસ્જીદ, ઝાલાવાડીયા હોલની બાજુમાં, મંઝીલ જૂનાગઢ વાળાએ આ કામના ફારૂકભાઈ મુળીયા ન્યુસાગર ટ્રાવેલ્સ વાળા રહે.જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરિયાદીને ફોન કરી પોતાના ઘરે બોલાવી કહેલ કે મારા બાકી નીકળતા પૈસા આપી દે તેમ કહેતા કે ફરિયાદીએ કહેલ કે મે તમને પૈસા આપી દીધેલ છે તેવી વાત કરતા આ કામના આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને જેમ તેમ ગાળો બોલી આડેધડ ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી ફરિયાદીના ખીસ્સામાંથી રૂા.ર૦૦૦ પડી ગયેલ અને આ કામના આરોપી ઘરમાં પડેલ પ્લાસ્ટીકના પાઈપ વડે ફરિયાદીને જમણા હાથે ઈજા કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!