કેશોદના કોયલાણા ગામે કારખાનામાંથી ચોરી

0

કેશોદ તાલુકાના કોયલાણા ગામે કારખાનામાં ચોરી થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદમાં આંબાવાડી ખાતે રહેતા તૃપેશકુમાર પ્રફુલભાઈ બેરા(ઉ.વ.ર૪)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, બે અજાણ્યા ઈસમોએ એકબીજાને મદદગારી કરી રાત્રી દરમ્યાન ફરિયાદીના કારખાનાની ઓફિસની બારીના સળીયા તોડી ઓફિસમાં પ્રવેશ કરી ડ્રોવરમાં પડેલ રોકડા રૂપીયા ૪૦ હજાર તથા સેમસંગ કંપનીનું ટેબલેટ, મોબાઈલના વાયરો મળી કુલ રૂા.૪૭ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!