જૂનાગઢમાં સમાજના પ્રમુખની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો : સામસામી પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં સમાજના પ્રમુખની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી માર મારવા અંગેની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ગોધાવાવની પાટી, વાલ્મીકીવાસ, દુઆરા ચોક ખાતે બનેલા બનાવ અંગે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં સંગીતાબેન ડો/ઓ દિનેશભાઈ ચુડાસમા વાલ્મીકી(ઉ.વ.૩૩) રહે.ગોધાવાવની પાટી, વાલ્મીકીનગર વાળાએ પ્રવિણ ડાયાભાઈ ચુડાસમા, પ્રદિપ વેલજીભાઈ જેઠવા, રંજનબેન દિપકભાઈ વાઘેલા, સુમીત દિપકભાઈ વાઘેલા, દિપક રવજીભાઈ વાઘેલા, ચાંદનીબેન મહેશભાઈ વાઢેર, મહેક રામપાલભાઈ વાઢેર, દિપકભાઈ રવજીભાઈ વાઘેલા રહે.જૂનાગઢ, ભરતભાઈ આંબાભાઈ મકવાણા, કિસનભાઈ શંકરભાઈ મકવાણા રહે.હડમતીયા વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીના પિતા તથા આરોપી નં.૮નાઓ તેઓના સમાજના પ્રમુખની ચૂંટણીમાં ઉમેદવાર હોય આ કામેના ફરિયાદીના પિતાને વિજેતા જાહેર કરતા આ કામના આરોપીઅએ ચૂંટણીના મનદુઃખમાં ગે.કા. મંડળી રચી હુલ્લડ કરી સમાન ઉદેશ્ય પાર પાડવા ફરિયાદી તથા સાહેદો સાથે ઝઘડો કરી ફરિયાદીને તથા તેમની સાથે રહેલ સાહેદોને આડેધડ ઢીકાપાટુનો માર મારી જેમ ફાવેલ તેમ ભુંડી ગાળો કાઢી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવેલ છે. જયારે આ બનાવના અનુસંધાને સામી ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં ફરિયાદી રંજનબેન દિપકભાઈ વાઘેલા(ઉ.વ.૪ર) ધંધો-સખી મંડળ(સફાઈ કામદાર) રહે.ગોધાવાવની પાટી વાળાએ આ કામના દિનેશભાઈ દેવજીભાઈ ચુડાસમા, સંગીતાબેન દિનેશભાઈ ચુડાસમા, કિરણબેન કમલેશભાઈ ચુડાસમા, કમલેશભાઈ દિનેશભાઈ ચુડાસમા, વિજયભાઈ દામજીભાઈ ચુડાસમા, અજયભાઈ દામજીભાઈ ચુડાસમા, કિરણબેન વિજયભાઈ ચુડાસમા, શારદાબેન દિનેશભાઈ ચુડાસમા રહે.જૂનાગઢ તથા સીમાબેન રાજેશભાઈ ઢાંકેચા રહે.રાણાવાવ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના પતિએ તેઓના સમાજના પ્રમુખની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નામ નોંધાવતા આરોપીઓએ કરેલ હાથ ઉંચા કરીને ઉમેદવારની પસંદગી કરી પ્રમુખ તરીકે નિમવાની જાહેરાતનો ફરિયાદી તથા તેના પતિ તથા તેમના પક્ષના સભ્યોએ વિરોધ કરતા અને આ ચૂંટણી મતદાન થાય તે રીતે ચૂંટણી કરવા રજુઆત કરતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી ફરિયાદીની આંખમાં તથા સાહેદ ચાંદનીબેનના મોઢા ઉપર કોઈ સ્પ્રે ઉડાડી તેમજ ઢીકાપાટુનો મુંઢ માર મારી ગે.કા. મંડળી રચી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે સામસામી ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!