વંથલી પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી ગાદોઈ ટોલનાકાનો પ્રશ્ને ફરિયાદોનો દોર સતત ચાલી રહ્યો છે. આ ગાદોઈ ટોલનાકાના ઉભા થયેલા વિવાદ અંગેનું નિરાકરણ લાવવા જૂનાગઢ કલેકટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન ગાદોઈ ટોલનાકા પ્રશ્ને વધુ એક ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. તા.૮-૧૦-ર૦ર૧થી તા.ર-૧-ર૦ર૪ કલાક ૧૭ઃર૮ દરમ્યાન ગાદોઈ ગામની સીમમાં તથા ખોખરડા ફાટક વચ્ચે બનેલા બનાવ અંગે ગઈકાલે ર૦ઃ૧પ કલાકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જયદિપભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ નારણભાઈ વિરડા આહીર(ઉ.વ.૩૧) રહે.વડાળાએ આ કામના દિપકભાઈ નારણભાઈ જલુ રહે.ગાદોઈ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીની કંપનીએ અગાઉ ટોલનાકાનો કોન્ટ્રાકટ રાખેલ ત્યારે આ કામના આરોપીએ પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા સારૂ તથા એનએચએઆઈ તથા શીવા કોર્પોરેશન કંપનીને આર્થીક નુકશાન પહોંચાડવા કેશોદ તરફથી આવતા નેશનલ હાઈવે ઉપરથી વાહનો ગાદોઈ ગામ તરફ વળાવી ગાદોઈ ગામના ગૌચરમાંથી કાચો રસ્તો બનાવી તેમાંથી વાહનો પસાર કરાવી ખોખરડા ફાટક બાજુ ડાયવર્ટ કરતા હોય ફરિયાદીએ આ ટોલનાકાને નુકશાન થતું અટકાવવા આ કાચો રસ્તો બંધ કરાવવા સારૂ આરોપી સાથે વાતચીત કરતા આરોપીએ ફરિયાદીની મજબુરીના લીધે ગામના વિકાસના કામ માટે દર મહીને રૂપીયા છ લાખ લીધેલ હોય અને ફરીવાર જયારે કોન્ટ્રાકટ રાખેલ ત્યારે આ કામના આરોપીએ કેશોદ તરફથી આવતા નેશનલ હાઈવે ઉપરથી વાહનો ગાદોઈ ગામ તરફ વળાવી ગાદોઈ ગામના ગૌચરમાંથી કાચો રસ્તો બનાવી તેમાંથી વાહનો પસાર કરાવી ખોખરડા ફાટક બાજુ ડાયવર્ટ કરાવતા ફરિયાદીએ એનએચએઆઈ તથા શીવા કોર્પોરેશન કંપનીને આર્થીક નુકશાન થતું અટકાવતા માટે ગૌચરની જમીનમાં બનાવેલ કાચો રસ્તો બંધ કરાવવા માટે પ્રયત્નો કરતા આ કામના આરોપીએ ટોલનાકામાં નુકશાની કરવી ન હોય અને શાંતીથી રહેવું હોય તો ગામ લોકોને પૈસા આપવા પડશે તેમ બાવાભાઈ કાનગડભાઈની વાડીએ આવજાે ત્યાં મીટીંગ કરીશું બાકી અમારા ગામના રસ્તાની મેટરમાં કયાય વચ્ચે આવશો તો ટાંટીયા ભાંગી નાખીશું તમે વિચારીને અમને કહેજાે તેમ ફરિયાદી પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ધમકી આપી ફરિયાદીને આ કામના આરોપી સાથે ફોનમાં ઉરોકત મુજબ વાત થયેલ હોય જેમાં ફરિયાદીએ ગામને અઢી લાખ રૂપીયા આપવાની વાત કરતા આ કામના આરોપીએ દોઢેક લાખ વધી જવાની અને ગાદોઈ ગામ તરફ જતા વાહનોની જવાબદારી ગામને આપી દેવાની અને ગૌચરની જમીનનો રસ્તો બંધ કરવા ગામ લોકોને સમજાવવા અને સરપંચને પણ એગ્રી કરવા માટેના રૂપીયા છ લાખ લેવાની ફરિયાદી સાથે વાતચીત કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા વંથલી પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલીના પીએસઆઈ વાય.બી. રાણા ચલાવી રહ્યા છે.