જૂનાગઢના પ્રવાસન સ્થળોએ શનિ-રવિ અને મકરસંક્રાંતિના પર્વે માનવ મહેરામણ ઉમટી પડ્યો

0

ઉપરકોટ, સક્કરબાગ, ભવનાથ તીર્થ ક્ષેત્ર, અંબાજી માતાજી મંદિર, દાતારબાપુની જગ્યા તેમજ સાસણ, સોમનાથ, સતાધાર સહિતના સ્થળોએ દુર-દુરથી પ્રવાસી જનતા ઉમટી પડી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મકરસંક્રાંતિના પર્વે શનિ, રવિ અને સોમ ત્રણ દિવસના રજાના માહોલમાં લોકોએ ઉત્સાહભેર તહેવારોની મોજ માણી હતી. આ ઉપરાંત દુર-દુરથી આવેલા ભાવિકો તેમજ પ્રવાસી જનતાએ જૂનાગઢ શહેરના પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થાનોની પણ મુલાકાત લીધી અને તહેવારોના આ દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. મરસંક્રાંતિ પર્વ આ વર્ષે ૧૪ જાન્યુઆરી તેમજ ૧પ જાન્યુઆરીના એમ બે દિવસ મનાવવામાં આવ્યું હતું. રવિવારના રોજ પતંગબાજાેએ પેચ લડાવી અને આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધુ હતું અને બીજા દિવસે એટલે કે ૧પ જાન્યુઆરીના રોજ પણ મકરસંક્રાંતિના પર્વ નિમિતે દાનપુણ્ય થયું હતું. આ સાથે જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં પણ રવિવાર અને સોમવાર બે દિવસ સુધી મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મકરસંક્રાંતિનું પર્વ રવિવાર અને સોમવારે એમ બે દિવસ આ વર્ષે આવ્યું હોય જેથી શનિવારથી જ રજાનો માહોલ સર્જાઈ ગયો હતો. સોમવારના દિવસે પણ મોટાભાગની સ્કૂલોમાં રજા રાખવામાં આવી હતી. જેને લઈને બાળકોને પણ આ વખતની મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં બે દિવસની રજા મળી હતી. શનિ-રવિ અને સોમ ત્રણ દિવસ પ્રવાસનધામો ઉપર પણ ભારે ભીડ જાેવા મળી હતી. જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટ ખાતે તો આ વખતે પતંગ મહોત્સવ ઉજવાયો હતો. ત્યાં પણ ટ્રાફીક સતત રહ્યો હતો. આ ઉપરાંત ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવ મંદિર તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. તેમજ અંબાજી માતાજીના મંદિરે પણ દુર-દુરથી ભાવિકો આવ્યા હતા. જયારે દાતારબાપુની જગ્યા ખાતે પણ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં આવેલા સક્કરબાગ ખાતે પણ શનિ-રવિ અને સોમ આ ત્રણ દિવસના રજાના માહોલમાં પ્રવાસી જનતા ઉમટી પડી હતી. જૂનાગઢ શહેરના ધાર્મિક સ્થળો અને પ્રવાસનધામો ઉપર મોટી સંખ્યામાં ભાવિકો અને પ્રવાસીજનતા ઉમટી પડી હતી અને આ સાથે જ જૂનાગઢની આસપાસ આવેલા સતાધારધામ, પરબધામ તેમજ સાસણ ખાતે પણ રજાના દિવસોમાં પ્રવાસીઓ વિશેષ રહ્યા હતા. શનિ, રવિ અને સોમ આ ત્રણ દિવસના રજાના માહોલમાં એકલા જૂનાગઢ જ નહી પરંતુ ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા પ્રવાસીઓએ જૂનાગઢ શહેર અને જીલ્લાના પ્રવાસનધામો અને ફરવા લાયક સ્થળોની મુલાકાત લીધી હતી અને તહેવારોની આ રજાનો લાભ લીધો હતો.

error: Content is protected !!