જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામના લોકોને અસામાજીક તત્વોના ત્રાસમાંથી મુકત કરવા તંત્રને રજુઆત

0

ગઈકાલે ગ્રામજનોએ સજ્જડ બંધ પાડી પ૦૦થી વધારે લોકો કલેકટર કચેરીએ પહોંચી અને કરી ફરિયાદ

જૂનાગઢ જીલ્લાના ઝાલણસર ગામના લોકો આસામાજીક તત્વોના ત્રાસથી વ્યથીત થઈ અને આ ત્રાસમાંથી મુકત કરવાની માંગણી સાથે ગઈકાલે સજ્જડ બંધ પાડી અને જૂનાગઢ કલેકટર કચેરીએ રજુઆત માટે આવ્યા હતા અને કલેકટરને રજુઆત કરી હતી અને વહેલી તકે ઉકેલ લાવવા માંગણી કરી હતી. જેની સામે વહિવટી તંત્રએ ૧પ દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢ જિલ્લાના ઝાલણસર ગામ લોકો દ્વારા બંધ પાડી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઝાલણસર ગામ લોકો વિવિધ પ્રશ્નોને લઇ ઝાલણસર ગામ બંધ રાખવામાં આવ્યું તેમજ ૫૦૦થી વધુ ગ્રામજનો ટ્રેક્ટર અને બાઇકો લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જેમાં ગામમાં ગૌશાળા માટેની જમીન, ગામમાં આવારા તત્વોનો ત્રાસ અને સરપંચ ઉપર થયેલ ખોટી લેન્ડ ગ્રેબ્રિંગની અરજીને લઈ ૫૦૦થી વધુ લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. ઝાલણસર ગામના ગ્રામજનો દ્વારા ગામની અંદર ખુલ્લેઆમ માસનું વેચાય રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમજ આવારા તત્વો દ્વારા ગામને બાનમાં લઈ મહિલાઓને હેરાનગતિ થતી હોવાનું પણ જણાવ્યું હતું, તો બીજી તરફ આવારા તત્વો દ્વારા ગામના સરપંચ પર ખોટી લેન્ડ ગ્રેબીંગની અરજીઓ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેને લઈ ગ્રામજનો દ્વારા જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. ઝાલણસર ગામના ઉપસરપંચ હિરેન જાેધાણીએ જણાવ્યું હતું કે આજે અમે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા. બહોળી સંખ્યામાં ગ્રામજનો ગામના આગેવાનો તેમજ તમામ ગૌશાળાના સંચાલકો કલેકટર કચેરી ખાતે હાજર રહ્યા હતા. ઝાલણસર ગામમાં ગૌશાળા નજીક માસનું ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. તેમજ ગામમાં આવારા તત્વોનો આતંક પણ ખૂબ જ વધ્યો છે. જેને લઇ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા માંગી કે આ પ્રશ્નનો ૧૫ દિવસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઝાલણસર ગામ ફરી બંધ કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ઝાલણસર ગામના રહીશ કિશોર પટોડીયાએ જણાવ્યું હતું કે ગૌશાળા માટે વારંવાર તંત્ર પાસે જમીનની માંગણી કરવામાં આવે છે. જેમાં કોર્ટનો ઓર્ડર હોવા છતાં અધિકારીઓ કોઈપણ પ્રકારનો જવાબ આપતા નથી. ઝાલણસર ગામમાં આવારા તત્વો ખુલ્લેઆમ રોડ ઉપર પડ્યા પાથર્યા રહે છે. ઝાલણસર ગામમાં ખુલ્લેઆમ માસનું વેચાણ થઈ રહ્યું છે. આ અંગે વહેલીતકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંદોલન કરવામાં આવશે. જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિલાલ ગજેરાએ જણાવ્યું હતું કે, ઝાલણસર ગામ મારા વિસ્તારમાં આવે છે. છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી આવારા તત્વો દ્વારા આ ગામને હેરાન પરેશાન કરવામાં આવે છે. અવારનવાર આ મામલે તંત્રને અરજીઓ અને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ સુધી આ વાત તત્વો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઝાલણસર ગામમાં આવારા તત્વો દ્વારા ખુલ્લેઆમ મટનની દુકાનો ચલાવવામાં આવે છે. આ જાલણસર ગામના સરપંચ ઉપર ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગની અરજીઓ કરવામાં આવી છે. આવા બેફામ બનેલા આવારા તત્વોના લીધે આ ગામની મહિલાઓ પણ સુરક્ષિત નથી. ત્યારે કલેકટર દ્વારા આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તો ઝાલણસર, માખીયાળા સહિતના તમામ ગામો બંધ રાખી લોકો રોડ ઉપર ઉતરશે તેની જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!