રામભકતોમાં અનેરો થનગનાટ : અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે દ્વારકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

0

આગામી તા.રરમીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થનાર છે અને રાષ્ટ્રીય લેવલે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે દ્વારકામાં પણ તા.૨૨મીએ સવારથી રાત્રી સુધી શ્રેણીબધ્ધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે. જેમાં દ્વારકાના શ્રી હરિનામ સંકીર્તન મંદિર(રામધૂન) ખાતે શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાશે. તેમજ શહેરના અન્ય રામમંદિરમો પણ વિવિધ ઉત્સવનું આયોજન રામભકતો દ્વારા થયું છે. ઉપરાંત દ્વારકાના તીનબતી ચોકમાં આવેલા શ્રીરામસ્તંભમાં આવેલા રામમંદિરમાં પણ આજથી ૨૨ મી સુધી ધ્વજારોહણ તથા મહાઆરતીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત ૨૨ મીએ દ્વારકાની વિવિધ સામાજિક, ધાર્મિક સેવાભાવી સંસ્થા તથા સંગઠનો, વેપારીઓ આગેવાનો, વિવિધ જ્ઞાતિ તથા સમાજાે દ્વારા સમ્મિલિત થઈને સાંજના સમયે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી જય શ્રી રામ જયોધોષ સાથે નીકળશે તથા દરેક ચોકમાં ભગવાન શ્રી રામની આરતી થશે. ભારત દેશનું વર્ષોપર્યંતનું રામમંદિર બનાવવાનું સપનું સાકાર થયું છે. ત્યારે તેની ખુશી કાંઈક અલગ જ હોય છે અને સપનાઓ ત્યારે જ પરિપૂર્ણ થાય જ્યારે ભગવાન શ્રી રામની વિશેષ કૃપા થાય મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને શહેરના યુવાનોમાં ભારે ઉત્સાહ વ્યાપી રહ્યો છે અને આગામી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાય તે માટે યુવાનો ખંભેખંભા મીલાવીને તૈયારીમાં લાગી ગયા છે.

error: Content is protected !!