માણાવદર પાલિકાની ખુલ્લેઆમ બેદરકારીના કારણે ભુગર્ભ ગટરના પાણીથી ડેમ અુશધ્ધ થવાનો ભય

0

ત્રમ્યંમ્બકેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલા તળાવમાં ગંદુ પાણી ઠલવાતા કાચબા-માછલી જેવા પ્રાણી મૃત્યું પામ્યાની રજુઆતથી ખળભળાટ : લેખિત અનેક રજુઆતોનો ઉલાળીયો

માણાવદરમાં પાલિકામાં વહિવટદારનું શાસન છે. જેમાં છેલ્લા અનેક સમયથી વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યાની ધારાસભ્ય લાડાણીએ રજુઆતો કરી છે. ભંગાર રૂપિયા પાંચમાં વેચી નાખવો, ટ્રેકટરો મળતીયાને તો સ્મશાનગૃહમાં પાણીની ટાંકીથી પ્રજા ખફા, કૈલાશ ગાર્ડનમાં લોટ-પાણી-લાકડા આવા તો અનેક પ્રજાને નુકસાન કરતા કામો થતા હોવાની રજુઆત ધારાસભ્યે તો કરી છે ત્યારે ગુજરાત ભાજપ સરકારના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પાલિકાના વહિવટદારનો વહિવટ કેવો ? તે પ્રશ્ન ૩પ હજારની જનતા કરી રહી છે. આ પ્રશ્નોમાં વધુ એક પ્રશ્નની રજુઆત લેખિતમાં જાેડેજા ગીરીરાજસિંહ ભગવતસિંહ બાપુએ ચોકાવનારી કરી છે. જેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે , પશ્ચિમ દિશામાં આવેલા પ્રાચીન અને તાલુકાની જનતા માટે આસ્થાનું કેન્દ્ર સમા જગતથી અનોખુ બે પોઠીયા વાળુ ત્ર્યંમ્બકેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી નદીના વોકળામાં છેલ્લા ૧પ-૧પ દિવસથી ભુર્ગભ ગટરના દુષિત પાણી પાલિકા દ્વારા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી મંદિરમાં તથા આસપાસ સોસાયટી રહીશોમાં ભયાનક દુષિત પાણીની દુર્ગંધ ફેલાય છે. તથા મંદિર પાસે આસ્થા સમા તળાવમાં પાણી ભરાવો થવાથી તળાવમાં વસતા કાચબા, માછલા અસંખ્ય જળચર પ્રાણી મૃત્યું પામ્યા હોવાનો ગંભીર બાબતની રજુઆત કરી છે. પાણીની અસહ્ય દુર્ગંધથી આસપાસના રહીશો ભયંકર યાતના વેઠવી પડે છે. સાથે સાથે જે મંદિર આવનાર દર્શનાર્થીઓ પણ મુશ્કેલી અનુભવીને મંદિર આવી શકતા નથી ત્યારે દેશ ભરમાં રામ મંદિર મહોત્સવ ઉજવે છે તેમાં આ મંદિરના શ્રધ્ધાળું મંદિરમાં મહોત્સવ કેમ ઉજવશે ? તે પ્રશ્ન મુખ્યમંત્રી તપાસે. આ દુષિતપાણીના કારણે મચ્છરો સહિત ઉપદ્રવ વધ્યો છે જે ડેન્ગ્યુ જેવા ઘાતક રોગચાળો ફેલાય તેવી દહેશત છે જાે આવા રોગથી કોઈનું અપમૃત્યું થશે તો ? તેવો પ્રશ્ન જનતા કરી રહી છે. જાેવાની વાત એ છે કે અવાર-નવાર રૂબરૂ રજુઆતોને વહિવટી તંત્ર ગણકારતું નથી તેવું પ્રજાજનો કહી રહ્યા છે. એકબાજુ હજી પીએમ મોદી મંદિરની સફાઈ કરી દેશવાસીઓને સ્વચ્છતાની મીશાલ બનાવવા હાકલ કરી છે ત્યારે માણાવદર પાલિકાના વહિવટી તંત્ર આ પીએમના સંદેશોની કોઈ વેલ્યું નથી તે હાલની સ્થિતિ દર્શાવી રહી છે. ભુર્ગભગટરના પાણી ખુલ્લે આમ નદી-વોકળામાં છોડી દેવાથી આ પાણી જાે આગળ ધીમે-ધીમે વધીને શુધ્ધ પાણીમાં ભળશે તો તે પાણી બગડશે તેમજ ભુર્ગભ ગટરના દુષિત પાણી આવી રીતે કેમ છોડવામાં આવે છે ? કેમ કે તે માટે દુષિત પાણી શુધ્ધ કરવાના લાખો રૂપીયાના પ્લાન છે. તો આવું કેમ કરાય છે ? પ્રજાજનોની માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરી પગલા લેવાય અને પ્રજાને રોગચાળામાંથી બચાવો તેવી પોકાર કરી રહ્યા છે.

error: Content is protected !!