જૂનાગઢ જીલ્લા સહકારી સંઘના ઉપક્રમે સહકાર ભારતી સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

0

સહકાર ભારતી જૂનાગઢ મહાનગર તથા જૂનાગઢ જીલ્લા સહકારી સંઘના સંયુક્ત ઉપક્રમે સહકાર ભારતી સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ શ્રી કેશવ કો-ઓપ ક્રેડીટ સોસાયટી લી જૂનાગઢ હેડઓફીસ ખાતે રાખવામાં આવેલ. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ પદે જૂનાગઢ જીલ્લા સહકારી સંઘનાં ચેરમેન ભાવેશભાઈ મેનપરા તથા અતિથી પદે જૂનાગઢ જીલ્લા સહકારી સંઘના માનદ મંત્રી દિપકભાઈ ડોબરીયા અને આરતીબેન જાેષી પુર્વ પ્રમુખ નગર પાલીકા જૂનાગઢ તેમજ કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે સહકાર ભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દિપકભાઈ ડોબરીયાએ સહકાર અને સહકારીતા વિશે તેમજ ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળી ઓની કામગીરી વિશે વિસ્તૃત માહીતી આપેલ. વિનોદભાઈ બરોચીયાએ સહકાર ભારતીની સ્થાપનાથી લઈને સહકાર ભારતીની કામગીરી વિશે કાર્યકર્તાઓને વિસ્તૃત માહીતી આપેલ. કાર્યક્રમનાં અંતમાં આભાર વિધી જૂનાગઢ જીલ્લા સહકારી સંઘના એકઝી.ઓફીસર રાજયભાઈ ઠાકરે કરી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર ભારતી જૂનાગઢ મહાનગરનાં પીયુષભાઈ કુબાવત તથા તેમની ટીમએ સરસ કામગીરી કરેલ હતી.

error: Content is protected !!