કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં અયોધ્યાથી આવેલ અક્ષત કળસનું પૂજન અર્ચન કરાયું

0

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં અયોધ્યાથી આવેલ અક્ષત કળસનું જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા પૂજન અર્ચન કરાયું હતું. અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની પધરામણી ઉપલા દાતાર ખાતે કરાય હતી. બિનસાંપ્રદાયિક આ ધાર્મિક જગ્યામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો દાતાર બાપુને માને છે. તેવી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં અયોધ્યાથી આવેલા અક્ષત કલસ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત કરવામાં આવી હતી. દાતારના મહંત શ્રી ભીમબાપુના હસ્તે કળશનું પૂજન અર્ચન અને ભવ્ય સ્વાગત સાથે મહા આરતી કરવામાં આવી હતી. આવેલ ભાવિકગણે પણ પૂજન અર્ચનનો લાભ લીધેલ હતો અને આગામી ૨૨ તારીખે ઉપલા દાતાર પણ અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિહિપના સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહ સેવા પ્રમુખ જાેગીભાઈ કોટેચા, મીનાબેન તન્ના દાતારના સેવક અને પૂર્વે મેયર જ્યોતિબેન વાછાણી તેમજ વિહિપ અને બજરંગ દળના કાર્યકર્તા જાેડાયા હતા.

error: Content is protected !!