જૂનાગઢમાં ગાડીને ઓવરટેક કરવા પ્રશ્ને યુવાનને માર માર્યો

0

જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક રાજેશભાઈ કાનાબાર(ઉ.વ.ર૧) નામનો યુવાનો રાત્રે ઝાંસીની રાણીના પૂતળાથી આગળ ઝાંઝરડા રોડ ઉપર સ્કુટી લઈને નીકળ્યો હતો ત્યારે ગરનાળા પાસે પહોંચતા બે બાઈક ઉપર આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ યુવાનની પાસે આવી તે કેમ અમારી ગાડીને ઓવરટેક કરી તેમ કહીને ગાળો કાઢી હતી અને બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન રાહદારીઓ એકત્ર થઈ જતા તમામ નાસી ગયા હતા. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે યુવાનની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં વરલી મટકાના જુગાર અંગે બે સામે કાર્યવાહી
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરલી મટકાના જુગાર અંગે દરોડો પાડયો હતો. ઉપરકોટની જમણી બાજુની જગ્યા પાસે પાડેલા દરોડા દરમ્યાન સાગર અમૃતલાલ જાેગીયા(ઉ.વ.ર૬) રહેજાેષીપરા વાળાને વરલી મટકાના આંકડા લખેલ ચીઠ્ઠી, બોલપેન તેમજ રૂા.૪૦૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ વરલી મટકાની કપાત આ કામના હાજર નહી મળી આવેલ પાર્થ રસીકભાઈ ટાટમીયા પાસે કરાવતો હોવાનું બહાર આવતા પોલીસે વરલી મટકાના જુગાર અંગે આ બંને શખ્સો વિરૂધ્ધ જુગાર ધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. જેની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

જૂનાગઢ : દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા દેશી તમંચા સાથે ઝડપાયો
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે તપાસ કરતા રાજીવનગર, બાપાસીતારામના ઓટલા નજીકથી જાહેરમાં પોતાના કબ્જામાં દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૧ રૂા.૧પ હજાર તથા દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ રૂા.૩ હજાર મળી કુલ રૂા.૧૮ હજારના મુદ્દામાલ સાથે હિરેન બાબુભાઈ ભાસ્કર(ઉ.વ.રપ) રહે.બિલખા રોડ, સીએલ કોલેજ સામે, ધરાનગર વાળાને ઝડપી લેવામાં આવેલ અને તેની પુછપરછ કરતા આ પિસ્તોલ તથા તમંચો હાજર નહી મળનાર બબલુ રામલખનભાઈ જરોલીયા રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ, કવાર્ટર અને મુળ એમપી વાળાએ વેંચાતું આપ્યું હોવાનું બહાર આવતા પોલીસે આ બંને શખ્સો વિરૂધ્ધ હથિયાર ધારા ભંગ અંગે ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે વધુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જે.જે. ગઢવી ચલાવી રહ્યા છે.

જૂનાગઢમાં ધંધાખારના કારણે માર માર્યો : ત્રણ સામે ફરિયાદ
જૂનાગઢમાં ધંધાખારના કારણે માર માર્યાના બનાવમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના જમાલવાડી, ખાડીયા, અશોક નર્સરીની બાજુમાં રહેતા કરીશ્માબેન સફરાજભાઈ અબુભાઈ કુરેશી(ઉ.વ.ર૧)એ ઈકબાલખાન અશરફખાન, ખેરૂનબેન ઈકબાલભાઈ, ઈકબાલખાનનો દિકરો છોટુ વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા સાહેદ તથા આ કામના આરોપીઓને સામસામી કરીયાણાની દુકાન આવેલ હોય અને સામસામે ધંધાની હરીફાઈ થતી હોય જે બાબતનો ખાર રાખી આ કામના આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ભુંડી ગાળો કાઢી આ કામના આરોપી નં-૧નાએ પોતાના પાસે રહેલ લોખંડનો પાઈપ વડે સાહેદને માથાના ભાગે ઈજા કરી તથા બંને પગમાં મારી ઈજા કરી આરોપીઓએ એકાબીજાને ગુનો કરવામાં મદદગારી કરી અધિ.જીલ્લા.મેજી. જૂનાગઢના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.જે. સાવજ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

માણાવદરમાં જુગાર દરોડો : આઠ સામે કાર્યવાહી
માણાવદર પોલીસે ગઈકાલે સ્ટેશન પ્લોટ નજીક લીમડા નીચે ઓટા ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૧૪,૧રપના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે આ દરોડા દરમ્યાન ચાર શખ્સો નાસી છુટયા હતા. પોલીસે કુલ આઠ શખ્સો વિરૂધ્ધ જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદરના ખંભાળીયા ગામે આર્થિક પરિસ્થિતિના કારણે ગળાફાંસો ખાધો
વિસાવદર તાલુકાના ખંભાળીયા ગામે રહેતા વિરલભાઈ અશોકભાઈ દુધાત્રા(ઉ.વ.ર૦) આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી લાગી આવતા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. વિસાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેંદરડા તાલુકાના જીંજુડા ગામના ૮૦ વર્ષના વૃધ્ધા અને માણાવદરના ૬ર વર્ષના વૃધ્ધાનું એસિડ પી જતા મૃત્યું
મેંદરડા તાલુકાના જીંજુડા ગામના હિરીબેન મંગાભાઈ પરમાર(ઉ.વ.૮૦) બિમારીથી કંટાળી એસિડ પી જતા જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દુઃખાવાના કારણે એસિડ પી જતા મૃત્યું
માણાવદર તાલુકાના જીંજરી ગામના જયાબેન વસરામભાઈ વાઢેર(ઉ.વ.૬ર)ને કમર તથા મણકાનો દુઃખાવો હોય જે દવા લેવા છતાં મટતો ન હોય જેનાથી કંટાળી જઈ પોતાની મેળે એસિડ પી જતા સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!