જાે સર્વે નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી
બિલખા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોનો સર્વે હાથ ધરવામાં આવ્યો નથી. હાલમાં સરકારની મોટા ભાગની યોજનાઓમાં બીપીએલ યાદીમાં નામ હોવું જરૂર છે પરંતુ ખાટલે મોટી ખોટ બિલખા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીેચે જીવતા કુટુંબોના નામ જ બીપીએલ યાદીમાં ન હોવાના કારણે સરકારી લાભોથી વંચિત રહે છે. જેના અનુસંધાને બિલખાના પત્રકાર અને માજી સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ કલેકટર જૂનાગઢને તાત્કાલીક અસરથી બિલખા અને ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ સર્વે હાથ ધરવાની રજુઆત કરેલ છે અને જાે ટુંક સમયમાં બીપીએલ સર્વે હાથ નહી ધરવામાં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન હાથ ધરવામાં આવશે તેની તમામ જવાબદારી તંત્રીની રહેશે એવી ચિમકી પણ આપેલ છે.