માળીયા પંથકમાં માતાજીના મંદિરમાંથી ચોરીના બે બનાવ

0

માળીયા પંથકમાં માતાજીના મંદિરોમાં ચોરી થવાનો બનાવ બનવા પામેલ છે અને આ અંગે બે બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અવાણીયા ગામની વાડી વિસ્તારમાં મંદિરમાંથી ચોરી થઈ છે જે અંગે કિશોરભાઈ દાનાભાઈ દયાતર(ઉ.વ.પ૧) રહે.અવાણીયા વાળાએ ઠાકરશીભાઈ ગોવિંદભાઈ કાથડ(ઉ.વ.૪૬) રહે.અવાણીયા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ખોડીયાર માતાજીના મંદિરમાંથી ભાલો જેની કિંમત રૂા.૧ હજાર તથા બે છતર જેની કિંમત રૂા.પ૦૦ મળી કુલ રૂા.૧પ૦૦ની ચોરી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે બીજા એક બનાવમાં ભાખરવડ ગામના ડેમથી કેરાળા ગામ તરફના રસ્તામાં આવેલ સતી આઈ માતાજીના મંદિરમાંથી ચોરીનો બનાવ બન્યો છે. જે અંગે ભાખરવડ ગામના પ્રવિણભાઈ લાભશંકરભાઈ રવીયા(ઉ.વ.પપ) અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, કોઈ ચોર અજાણ્યા ઈસમે સતી આઈ માતાના મંદિરની દાનપેટીમાં રહેલા રૂા.૭૦૦ તથા ત્રણ ચાંદીના છતર રૂા.૭પ૦ એમ મળી કુલ રૂા.૧૪પ૦ના મુદ્દામાલની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માળીયા હાટીના પોલીસે આ અંગે ગુનો દાખલ કરેલ છે અને વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!