ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યોજાનાર પાવન અવસરના વધામણા માટે જૂનાગઢ બન્યુ ‘રામમય’ દિવાળી જેવો માહોલ

0

આવતીકાલે બહાઉદ્દીન કોલેજ ખાતે દિલ્હીના કલાકારો ભજવશે રામલીલા : શહેરને રોશનીથી શણગારાયું : લોકોમાં ભારે ઉત્સાહ

આગામી તા.રરમી જાન્યુઆરી એટલે કે સોમવારના દિવસે ભગવાના શ્રી રામચંદ્રજી અયોધ્યા ખાતે નીજ મંદિરમાં બિરાજમાન થવાના છે અને જેને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સમગ્ર દેશમાં ભકિતભાવ ભર્યું વાતાવરણ સર્જાયું છે અને આ પાવન અવસરના વધામણા માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પણ ભગવાન રામચંદ્રજીની ભકિતમાં લીન બન્યું છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં આ પાવન અવસરને વધાવવા માટે જૂનાગઢ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળોએ હનુમાન ચાલીસા, રામરક્ષા સ્ત્રોતના પાઠ તેમજ રામધુનની રમઝટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં તેમજ સૌરાષ્ટ્રભરમાં ઘરે-ઘરે દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ ઐતિહાસીક ક્ષણના વધામણા માટે લોકો ભારે ઉત્સાહમય બન્યા છે. ઘરે-ઘરે આકર્ષક રંગોળી તેમજ શહેરમાં ધજાપતાકાથી શણગાર તેમજ ફટાકડાની આતશબાજી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. જૂનાગઢ શહેરમાં લોકોમાં ભારે ઉત્સાહનું ઘોડાપુર જાેવા મળી રહ્યું છે અને અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. દરમ્યાન આગામી તા.રર જાન્યુઆરીએ અયોધ્યામાં આવેલ રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. તેેને લઇને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. દરમ્યાન આ પ્રસંગને લઇને જૂનાગઢ શહેરને પણ રોશની,ઘ્વજા પતાકાથી શણગારીને અયોધ્યામાં ફેરવી નંખાયું છે. રર જાન્યુઆરીની પૂર્વ સંધ્યા એટલે કે ૨૧ જાન્યુઆરીએ શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે રામલીલાનો કાર્યક્રમ યોજાશે. જૂનાગઢના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજાનાર રામલીલાને દિલ્હીના રામલીલા મેદાનમાં વર્ષોથી રામલીલા કરતા દિગ્ગજ કલાકારો રજૂ કરશે. આ કલાકારો આવતીકાલ તા.૨૧ જાન્યુઆરી- રવિવારે સાંજના ૬ઃ૩૦થી ૯ઃ૩૦ સુધી રામલીલા ભજવશે. રામલીલા ભજવનાર તમામ કલાકારો દિલ્હીના છે. રામલીલા માટે ૩૦ બાય ૫૦નું વિશાળ સ્ટેજ બનાવાયું છે જેના ઉપર પારંપારિક વેશભૂષા, શસ્ત્રો, સંગીત અને ભવ્ય લાઇટીંગ સાથે રામલીલા રજૂ કરશે જે તમને ત્રેતાયુગની અનુભૂતિ કરાવશે. વિશેષમાં સતત ત્રણ કલાક ભવ્ય રામલીલા બાદ મહાઆરતી કરવામાં આવશે અને સાથે રામ દરબાર અને ૧૮ ફુટના રામ ભગવાનના બે કટઆઉટ પણ મુકવામાં આવશે અને આ રીતે ઈતિહાસમાં સૌપ્રથમવાર જૂનાગઢના આંગણે દિલ્હીના ૩૦ કલાકારો રામલીલા ભજવશે અને ભાવિકોને ભગવાન રામની ભકિતમાં તરબોળ કરશે. વિશેષમાં જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકોમાં અતિ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ઉજવણી માટે ફટાકડાનું પણ બજારોમાં ભારે વેંચાણ થઈ રહ્યું છે. બીજી તરફ ભગવાન રામના લખાણ વાળી ઝંડીનું પણ વેંચાણ થઈ રહ્યું છે. આમ સર્વત્ર ઉત્સાહમય અને ભકિતભાવ ભર્યો માહોલ સર્જાયો છે.

error: Content is protected !!