પોષ સુદ એકાદશીના દિવસે શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા વિશેષ ઉજવાયો શ્રીરામ પ્રાગટ્ય મહોત્સવ

0

તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી નૂતન મંદિર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ત્યારે દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ એકાદશી નિમિતના વિષ્ણુ સહસ્ત્રના પાઠ, હરિનામ સંકીર્તન કર્યા બાદ સાંજે ૬ઃ૩૦ વાગ્યે બ્રહ્મપુરી નંબર ૧ પાસે આવેલ નૂતન ધ્વજાજી પૂજન હોલમાં ભગવાન શ્રીરામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં રામલ્લાનીનું પૂજન કરી મહા ભોગ લગાડ્યા બાદ આરતી કરી શ્રી રામ જય રામ જય જય રામ મંત્રના જય ઘોષ દ્વારા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા મંડળની કારોબારી સમિતિના સદસ્યો ઉપરાંત ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ કારોબારી, મધ્યસ્થસભા, સલાહકાર સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવોના બાળકોએ શ્રીરામ, લક્ષ્મણ તેમજ જાનકીજીની ઝાંખીના દર્શન વેશભૂષા દ્વારા કરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુગ્ગુળી જ્ઞાતિ દ્વારા પૂજન કરેલ મીઠાપુરના યજમાન યોગેશભાઈ ફલડીયાની ધ્વજાજી અયોધ્યા ખાતે રામ મંદિરમાં પહોંચી ગઈ છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને સોંપવામાં આવી છે. દ્વારકા ક્ષેત્રમાં અનેક સામાજિક ધાર્મિક પ્રસંગોમાં શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિની સહકારી સંસ્થા તરીકેની અનેકગણી કામગીરી વિશેષ વિશે રહે છે.

error: Content is protected !!