કળિયુગમાં સતયુગનો મનુષ્ય દેહ એટલે રસિકભાઇ જેમણે સાર્થક કર્યું રામનું નામ છે રામથી પણ મોટું

0

રામથી પણ મોટું રામનું નામ – એ યુક્તિને ખરા અર્થમાં સાર્થક કરનાર એવા અને સતયુગ જાે મનુષ્ય દેહ ધારણ કરે તો રસિકભાઈ જેવો લાગે એમાં જરાય શંકા નથી. સતત ૧૯૯૮થી જેમને પોતાનું જીવન ‘શ્રીરામ’ને સમર્પિત કર્યું છે. પોતાની જિંદગીની એક એક પળ એમણે ‘શ્રીરામ’ નામ લખવામાં અર્પણ કરી દીધા. અત્યાર સુધીમાં ૫ કરોડ રામ નામ લખી ચુક્યા છે અને હજુ પણ લખવાનું ચાલુ છે. રોજના ૨૨૦૦૦ વખત રામ નામ લખવાનો એમનો રેકોર્ડ છે. હાલ દિવસમાં ઓછામાં ઓછા ૫ થી ૬ હજાર વખત રામ નામ લખે છે. રસિકભાઈ જીવાલાલ માંકડિયાનું મૂળ ગામ ભાયાવદર અને રાજકોટમાં ૨૮ વરસથી રહે છે. એમને રામનામ લખવાની પ્રેરણા એમના માતૃ પાસેથી મળેલી, તેઓ કહેતા કે, “એક વાર ૧૨ લાખ નામ લખી લે પછી જાે આની શું મજા છે?’’ આ એક વાક્ય રસીકભાઈનું જીવન બદલ્યું અને રામ નામ લખવાનું શરૂ કર્યું. જયારે ‘પ્રભુ શ્રી રામ’ પોતાની વાનરસેના સાથે સેતુનું નિર્માણ કરતા હતા ત્યારે એક ખિસકોલી દરિયામાં પોતાનું શરીર ભીનું કરી રેતીમાં આળોટી અને શરીરે ચોંટેલી રેતીના રજકણ દરિયામાં ફેંકી સેતુ નિર્માણમાં મદદ કરતી હતી. ત્યારે જાંબુવાને ખિસકોલીને પૂછ્યું કે, “આટલા મોટા પથ્થરો અમે ઉપાડીને સેતુ બનાવીએ છીએ ત્યાં તારી રજકણથી શું ફરક પડશે?’’ ત્યારે ખિસકોલીએ જવાબ આપ્યો કે, “મને પણ ખબર છે મારી રજકણથી બહુ મોટો ફેર નહી પડે પણ જયારે ઈતિહાસ રચાય ત્યારે મારૂ નામ પણ આવે કે પણ મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.’’ બસ આ જ રીતે અત્યારે કળયુગમાં ‘પ્રભુ શ્રી રામ’ અયોધ્યા બિરાજમાન થાય છે એ ઐતીહાહિક ઘટનામાં શ્રી રસિકભાઈ જે ખિસકોલી કાર્ય કર્યું છે એ ખરેખર અદ્ભુત છે. તેઓ અયોધ્યા જઈ પોતાની તપશ્ચર્યા ત્યાંની રામનામની બેંકમાં જમા કરવાની આકાંક્ષા રાખે છે.

error: Content is protected !!