શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર અને અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪, સોમવારના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” પ્રસંગે દાદાને દિવ્ય શણગાર સાથે અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી કરવામાં આવી હતી. “જય જય શ્રી રામ”ના નાદ સાથે ભક્તોના જયઘોષ કરી ધન્યતાનો અનુભવી હતી. આ સાથે જ ૬ ફૂટ બાય ૧૦ ફૂટની રામ મંદિરની વૂડન પ્રતિકૃતિ મૂકવામાં પણ આવી છે. મંદિરને ડેકોરેશન કરી ફુલોથી શણગારી પટાંગણમાં રંગોળી પુરી તેમજ ૧ હજારથી વધુ કેસરી કલરના ભગવા ધ્વજ સાથે સમગ્ર પરિસર શોભી રહ્યું હતું.

error: Content is protected !!