ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન-અર્ચન, આરતી, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા

0

રર જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે જૂનાગઢ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો ભાવપુર્વક યોજાયા હતા. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ અને ગાંધીગ્રામ યુવક મંડળ તેમજ લતાવાસીઓ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનું ભાવપુર્વક પૂજન કરવામાં આવેલ હતું. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ગરબી મંડળના ચોકમાં સ્ટેજ ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીને બિરાજમાન કરી અને પૂજન-અર્ચન, આરતી, રામધૂન, પ્રસાદ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ ગરબી મંડળના વીરાભાઈ મોરી તેમજ તમામ કાર્યકર્તાઓ અને લતાવાસીઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે. ઉંઝીયા તેમજ પોલીસ સ્ટાફ પણ આ ઉત્સવમાં સહભાગી થયા હતા અને ભગવાન શ્રી રામચંદ્રજીના ભાવપુર્વક આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

error: Content is protected !!