જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇ પોલીસનો ચુસ્તબંદોબસ્ત

0

૬ જિલ્લાની પોલીસ તૈનાત : ૪ એન્ટી મોરચા સ્કવોડ, બીડીડીએસની ટીમ ચેકીંગ હાથ ધરશે

૭૫માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થવાની છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેને લઈને ડીઆઈજી નિલેશ જાજડીયાની સૂચનાથી જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા અને નિકિતા શિરોયાના માર્ગદર્શનમાં કૃષિ યુનિવર્સિટી મોતીબાગ ખાતે તેમજ પોલીસ તાલીમ મહાવિદ્યાલય અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પોલીસ વિભાગ દ્વારા મશાલ પીટી તેમજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન કાયદો વ્યવસ્થા, સલામતી અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જૂનાગઢ ઉપરાંત ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પીટીસી જૂનાગઢ અને ચોકી સોરઠના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૧૪ ડીવાયએસપી, ૨૪ પીઆઇ, ૯૦ પીએસઆઇ, ૮૧૩ પોલીસ, ૪ ઘોડેશ્વર, ૨૨ ટ્રાફિક પોલીસ, ૫૭ એસઆરપી જવાનો, ૧૧૦ વોકીટોકી ૧૭ દૂરબીન સાથેનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ બંદોબસ્ત માટે અલગ અલગ ૪ એન્ટ્રી મોર્ચા સ્કવોડની ટીમો રાખવામાં આવેલ છે. આ ઉપરાંત બે ગર્વ ટીમને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમજ એક એસઆરપીએફની કંપની પણ તૈનાત કરવામાં આવેલ છે. વ્રજ વાહન, ત૩ બુલેટ પ્રૂફ વાહન, વરૂણ વાહન, પ્રહરી તેમજ ૧૫૦ જેટલી બોલેરો સહિતના વાહનો બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આકાશી ચાપતી નજર રાખવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમજ જૂનાગઢ અમરેલી પોરબંદર તેમજ રાજકોટ જિલ્લાના બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝેબલ સકવોડ દ્વારા કાર્યક્રમ વાળા સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવશે.

error: Content is protected !!