ભેંસાણના જુની ધારીગુંદાળી ગામે સોનાના દાગીના, રોકડ મળી કુલ ૬૧,૬૯,૦૦૦ની છેતરપિંડી

0

ભેંસાણ તાલુકાના જુની ધારીગુંદાળી ગામે સોનાના દાગીના, રોકડની છેતરપિંડીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, જુની ધારીગુંદાળી ગામના કૌશીકભાઈ જેરામભાઈ ત્રાપસીયા પટેલ(ઉ.વ.૪ર)એ શૈલેષભાઈ ધનજીભાઈ સામતા, નિલેશભાઈ ધનજીભાઈ સામતા રહે.જુની ધારીગુંદાળી વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, છેલ્લા ચારેક માસથી આજ દિવસ સુધીમાં એવા મતલબનો બનાવ બન્યો હતો કે, આ કામના આરોપીઓ પોતાના ઘરે તથા ભેંસાણ ખાતે શ્રી અમર જ્વેલર્સ નામની દુકાન રાખી સોનાના દાગીના બનાવી વેચવાનો વેપાર ધંધો કરતા હતા અને આરોપી નં.૧ નાએ ફરીયાદીને કહેલ કે તમારી પાસે જુની ડિઝાઈનના દાગીના હોય તો મને આપો હું ચાર પાંચ મહિના વાપરી આધુનિક ડિઝાઈનના ઘરેણા તમને બનાવી આપીશ અને તે દાગીના બનાવવાની મજુરી હું નહી લઉં તેવી લાલચ આપતા ફરીયાદીએ તેની વાતોમાં આવી જઇ અને તેની પાસે રહેલ હાથમા પહેરેવાના સોનાના કંગન નંગ-૦૨ બે તોલા તથા મંગલસુત્ર સાડા ચાર તોલા તથા હાથમા પહેરવાના પોંચા નંગ-૦૨ પાંચ તોલા મળી જુની ડીઝાઈનના ઘરેણા કુલ સાડા અગિયાર તોલાના(૧૧૫ ગ્રામ) કી.રૂા.૬,૫૫,૦૦૦/- આરોપી નં-૧ને આપેલ અને ફરીયાદીએ આરોપી નં.૨ને ઘરેણા બનાવવાનું કહેતા આરોપી નં.૨નાએ ફરીયાદીને કહેલ કે ભાઈ તમે એકાદ મહિનાની રાહ જુવો હું તમને કમુરતા પુરા થાય એટલે બનાવી આપીશ તેમ કહી અને આરોપીઓએ ફરીયાદીને દાગીના બનાવી નહી આપી ભાગી જઈ આરોપીઓએ ફરીયાદી તથા અન્ય સાહેદોના સોનાના દાગીના કુલ ૫૪૩ ગ્રામ કી.રૂા.૩૦,૯૫,૧૦૦/- તથા સુથીના આપેલ રોકડા રૂા.૨૪,૧૯,૦૦૦/- મળી કુલ રૂપીયા ૬૧,૬૯,૧૦૦/- (એકસાઇઠ લાખ ઓગણસીતેર હજાર એકસો)ની વીશ્વાસઘાત કરી ઠગાઇ કરી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી અને તા.૧૫-૧-૨૪ના રાત્રીના ભાગી જઈ ગુન્હો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને ભેંસાણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

error: Content is protected !!