જૂનાગઢમાં રાજયકક્ષાના ૭પમાં પ્રજાસત્તાક પર્વની થશે ભવ્ય ઉજવણી : ભારે ઉત્સાહ

0

આવતીકાલ તા.રપ જાન્યુઆરી ર૦ર૪ ગુરૂવારે સાંજે ૬ઃ૩૦ કલાકે કૃષિ યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમ તેમજ ર૬મી જાન્યુઆરીએ સવારે ૯ કલાકે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન થશે

દેશના ૭પમાં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી સર્વત્ર ઉજવણી કરવામાં આવનાર છે અને આ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. દરમ્યાન આ વર્ષે ૭પમાં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ ખાતે રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે અને જે અંગેની તડામાર તૈયારી ચાલી રહી છે. અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
જૂનાગઢ ખાતે ૭પમાં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે અને રાજય સરકાર તેમજ જીલ્લા વહિવટી તંત્ર, મનપા તંત્ર વિગેરે દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે. ૭પમાં પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ આવતીકાલ તા.રપ જાન્યુઆરી ર૦ર૪ના ગુરૂવારે સાંજે ૬ઃ૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત ર૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિતે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલખા રોડ ખાતે સવારે ૯ કલાકે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીઓ તેમજ મુખ્ય સચીવ તથા પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. ર૬મી જાન્યુઆરી શુક્રવારે સવારે ૯ કલાકે શ્રી આચાર્ય દેવવ્રતજી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. પરેડ પણ સલામી આપશે અને આ સમયે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવશે. આ ઉપરાંત પરેડનું નિરીક્ષણ થશે. તેમજ સલામી કુચ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ૭પમાં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે જૂનાગઢ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે અને તે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજયકક્ષાની ૭પમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત શહેરમાં આવેલી સરકારી ઈમારતોને લાઈટોથી શણગાર કરવામાં આવેલ છે. શહેરમાં વિવિધ વિસ્તારોને શણગારવામાં આવેલ છે. આ ઉપરાંત રાષ્ટ્રીવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયથી કૃષિ યુનિવર્સિટીથી મોતીબાગ સુધીના રાજમાર્ગને લાઈટોથી શણગારવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આવેલી ઐતિહાસીક ઈમારતો, સરકારી ઈમારતોની પણ સજાવટ કરવામાં આવી રહી છે. ૭પમાં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ભવ્ય ઉજવણી માટે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

error: Content is protected !!