માધવ ક્રેડિટ કો.સોસા. દ્વારા સુંદરકાંડની પુસ્તિકા અને દિવડાઓનું વિતરણ તેમજ કાર સેવકનું સન્માન કરાયું

0

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત, જૂનાગઢની માધવ ક્રેડિટ કો. સોસાયટી અને ગિરનાર ગ્રાહક સહકારી ભંડારના ઉપક્રમે ભગવાન શ્રીરામ અને ભારત માતાનું પૂજન કરીને સંસ્થાના જનરલ મેનેજર દિનેશભાઈ ભટ્ટ જેઓએ ૧૯૯રની કાર સેવામાં ભાગ લીધો હતો. તેઓનું બહાઉદ્દીન કોલેજના પ્રિન્સીપાલ આર.પી. ભટ્ટના હસ્તે સન્માન કરવામાં આવેલું હતું. આ ઉપરાંત લોકોને સુંદરકાંડ પુસ્તિકાનું નિઃશુલ્ક વિતરણ કરેલું હતું. તેમજ સંસ્થાના કર્મચારીઓને દિવડાઓની ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ દિનેશભાઈ ભટ્ટે કાર સેવાના અનુવનું રોમાંચક કથન કરેલું હતું. અંતે સંસ્થાના ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!