પ્રાચી તીર્થની કે.કે. મોરી સ્કૂલમાં ખેલ મહાકુંભ અંતર્ગત હેન્ડબોલ રમત યોજાઈ

0

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલા કે.કે. મોરી સ્કૂલમાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ રમતનંુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગીર-સોમનાથજિલ્લાના હેન્ડબોલ રમત ખેલાડીઓએ ભાગ લીધો હતો. અલગ-અલગ એજ ગ્રુપમાં ભાઈઓ અને બહેનો ભાગ લીધો હતો. જેમાં પ્રાચીની કે.કે.મોરી સ્કૂલના ભાઈઓ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને બહેનો દ્વિતીય ક્રમે આવ્યા હતા. આ સિધ્ધી બદલ શાળા સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જેમાં કે.કે. મોરી સ્કૂલના ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપાલ તેમજ સ્ટાફગણ અને ગીર સોમનાથ જિલ્લાના વ્યાયમ મંડળના પ્રમુખ અરજનભાઈ પરમાર હાજર રહ્યા હતા અને ખેલાડીને પ્રોત્સાહીત કર્યા હતા.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!