નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે દર ગુરૂવારે વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ

0

વર્ષ ૨૦૧૩થી નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા, સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષ, પહેલા માળે, જૂનાગઢ સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર ગુરૂવારે સાંજે ૬થી ૮ દરમ્યાન વહેલા તે પહેલાનાં ધોરણે અમારા ડોકટર દ્વારા વિનામૂલ્યે તમામ પ્રકારની બીમારી જેમકે તાવ, શરદી, ઉધરસ, હાથ, પગ, કમરનો દુઃખાવો, દાંત તથા પેઢાની બીમારીઓ, ચામડીની બીમારીઓ, કાન, નાક, ગળાની બીમારીઓ, ગેસ, એસિડિટી, એલર્જી વગેરે બીમારીઓનું જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન કરવામાં આવે છે તથા નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા હાજર હોય તે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને આ વિનામૂલ્યે કેમ્પનો લાભ લેવા નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. નામ નોંધવા માટે મો.૯૯૦૯૦૬૩૩૭૩ ઉપર ડો.પાર્થ ગણાત્રાનો સંપર્ક કરી શકો છો. દર ગુરૂવારે જ સાંજે ૬ થી ૮ આ વિના મૂલ્યે કેમ્પ યોજવામાં આવે છે અને વારો વહેલા તે પહેલાંના ધોરણે આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!