જૂનાગઢમાં લગ્નપ્રસંગમાં રૂા.૧૦.પપ લાખના દાગીનાની થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

0

મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લેવાયો

જૂનાગઢમાં લગ્ન પ્રસંગે આવેલ રાજકોટના કારખાનેદારની પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડીને એક શખ્સે રૂા.૧૦.પપ લાખની કિંમતના રપ તોલાના સોનાના દાગીના ચોરી કર્યાની ઘટના સામે આવતા પોલીસે સીસીટીવીના આધારે કલાકોમાં ચોરને ઝડપી લઈને કેસ ઉકેલી નાખ્યો છે. રાજકોટના કોઠારીયા રોડ ઉપર ન્યુ સુભાષ નગર-૧માં નંદાહોલ પાસે રહેતા અને જીઆઈડીસીમાં વેરાન પંપ નામે સમમર્શીબલ બનાવવાનું કારખાનું ધરાવતા ચિરાગ અશોકભાઈ રૂપારેલીયા પત્ની, માતા-પિતા અને દીકરા સાથે જૂનાગઢ આવ્યા હતા. અહીં તેમના માસીના દીકરાના લગ્ન પ્રસંગે તેઓ અહીંના મધુરમ બાયપાસ રોડ ઉપર આવેલ બાલાજી ફાર્મ હાઉસમાં રાતે દાંડીયા રાસમાં આવ્યા હતા. ત્યારે રાતે તેઓએ તેમની કાર બહાર પાર્ક કરી હતી અને તેઓ પરિવાર સાથે ફાર્મ હાઉસમાં દાંડીયા રાસ રમવા માટે ગયા હતા. ત્યારે અચાનક રાતે ૯.૪પ કલાકે તેમની કારનું સાયરન વાગતા તેઓએ કારનું સાયરન બંધ કરી દીધુ હતું. બાદમાં રાતે ૧૦ઃ૪પ કલાકે દાંડીયા રાસ પુરા થતા તેઓ કાર પાસે આવ્યા તો જાેયું કે કોઈએ કારનો ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને પાછળ સીટમાં રાખેલ થેલામાંથી સોનાના દાગીના ચોરી લીધા હતા. જે થેલામાં ૩.પ૦ લાખનો ૯ તોલાનો સોનાનો રજવાડી હાર, ર લાખનો પાંચ તોલાનો હાથનો પંજાે, પાંચ લાખનો ૧૧ તોલાનો રજવાડી સોનાનો કંદોરો અને પાંચ હજારની ચાંદીની ડાયમંડની વીટી મળીને કુલ ૧૦.પપ લાખની કિંમતના રપ તોલાના સોનાના દાગીના ચોરી થયાનું માલુમ થતા તેઓએ તુરંત પોલીસને જાણ કરતા સી ડીવીઝન પીએસઆઈ વી.કે. ઉંઝીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરતા તેમાં એક શખ્સની શંકાસ્પદ હિલચાલ નજરે ચડતા તપાસ શરૂ કરી હતી.
આ અંગે ડીવાયએસપી નિકીતા શિરોયાએ જણાવ્યું હતું કે, પોલીસને આ ચોરીની જાણ રાતે ૧ર વાગ્યે કરવામાં આવતાની સાથે જ પોલીસની બે ટીમો બનાવીને સીસીટીવીના આધારે શંકાસ્પદ આઈ-ર૦ કારની તપાસ શરૂ કરી હતી અને લોકેશનના આધારે જૂનાગઢ પોલીસે ગોંડલ ચોકડી પાસે રહેતા ધરમ જસમત ધાંધલ નામના શખ્સને તમામ ચોરાયેલા સોનાના દાગીના સાથે ઝડપી પાડયો હતો. ધરમ ધાંધલ આ અગાઉ ર૦૧૮માં પણ ચોરીના કેસમાં પકડાયેલ છે. તેમજ આર્થિક સંકડામણ આવે ત્યારે લગ્ન પ્રસંગના સ્થળે પાર્કિંગમાં પડેલી કારમાં ટોર્ચ મારીને કાચ તોડીને કિંમતી સામાનની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેણે અહીં આવીને ત્રણ-ચાર કારમાં રેકી કરી બાદમાં છેલ્લે પડેલી કારમાં ચોરીને અંજામ આપેલો પરંતુ પોલીસે કલાકોમાં આ ચોરને ઝડપી તેની સામે ગુનો દાખલ કર્યો છે.

error: Content is protected !!