જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ ર૦ર૪-રપનું ૯ લાખની પુરાંત વાળુ રૂા.૯૬૭.પ૭ કરોડનું બજેટ રજુ

0

કમિશ્નરે રજુ કરેલા બજેટમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સુધારા-વધારા કરી જનરલ બોર્ડમાં મુકાશે

જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ ર૦ર૪-રપનું ૯ લાખની પુરાંત વાળું ૯૬૭.પ૭ કરોડનું બજેટ રજુ થયું છે. કમિશ્નરને આ બજેટ સ્થાયી સમિતી ચેરમેનને સોંપ્યું છે. હવે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સ્થાયી સમિતીની બેઠકમાં સુધારા વધારા કરી આ બજેટને મંજુરી અર્થે જનરલ બોર્ડમાં રજુ કરશે. કમિશ્નરે રજુ કરેલ ૯૬૭.પ૭ કરોડના બજેટમાં રેવન્યુ આવક રપ૩.૧પ કરોડ અને કેપીટલ આવક ૭૧૪.૩૯ કરોડ રહેશે. જયારે રેવન્યુ ખર્ચ રપ૩.ર૩ કરોડ અને કેપીટલ ખર્ચ ૭૧૪.ર૪ કરોડની રહેશે. આમ, ૯ લાખની પુરાંત રહેશે. રેવન્યુ ખર્ચ રપ૩.ર૩ કરોડમાં ઓફિસ એન્ડ મેન્ટેનન્સ ખર્ચ અને અન્ય ખર્ચ ૧૮ર.૧૮ કરોડ અને સીધી ભરતીથી કર્મચારીઓની ભરતી પ્રક્રિયાનો તેમજ મહેકમ ખર્ચ ૭૧.૦પ કરોડ થશે. કોર્પોરેટરના વિકાસ કામો માટે માસિક ૮૦ લાખની જાેગવાઈ કરેલ છે. સરકાર દ્વારા મળતી સ્વચ્છ ભારત મિશન તેમજ અમર્ત યોજનામાં મનપાએ પ૭ કરોડ જેવી રકમ સ્વભંડોળમાંથી આપવી પડશે. સરકારની ગ્રાન્ટ જેવી કે અમૃત ૧.૦, અમૃત ર.૦, સ્વચ્છ ભારત મિશન ૧.૦, સ્વચ્છ ભારત મિશન ર.૦, સ્વર્ણિમ જયંતિ, નાણાપંચ વગેરે ગ્રાન્ટમાંથી ૭૧૪.ર૪ કરોડ રસ્તા, નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશન પ્રોજેકટ, ભૂગર્ભ ગટર ફેઝ-ર, વોટર સપ્લાયના કામો, બાયોમિથીનેશન પ્લાન્ટ, લેગેસીવેસ્ટ, સીએનડી વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સેનેટરી લેન્ડફિલ સાઈડ, સેગ્રીગેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાઈટના કામો, મૃત પ્રાણીઓ માટેની ભઠ્ઠી, હાઈમાસ્ક ટાવર, જાેષીપરા ઓવર બ્રિઝ, સાબલપુર આરઓબી, હોકર્સ જાેન, નવું ફાયર સ્ટેશન, સિવીક સેન્ટર, ડોગ સ્ટરીલાઈઝર સેન્ટર, ઢોરવાડો બનાવવાના કામો હાથ ધરાશે. ખાસ કરીને ઘરવેરા ફેકટર, વોટર વર્કસ, લાઈટ અને સેનીટેશનના દરમાં વધારો કરવો આવશ્યક હોવાનું કમિશ્નરે રજુ કરેલા બજેટમાં જણાવ્યું છે.

error: Content is protected !!