જૂનાગઢના ‘અકિલા’ના બ્યુરોચીફ વિનુભાઇ જાેષીનો આજે જન્મદિન

0

છેલ્લા ૨૧ વર્ષથી અકિલા પરિવાર સાથે જાેડાયેલ જૂનાગઢના અગ્રણી પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જાેષીના લઘુબંધુ અકિલાના જૂનાગઢ જિલ્લાના બ્યુરો ચીવિનુભાઇ જાેષીનો આજે ૧ ફેબ્રુઆરીના રોજ ત્રેપનમો જન્મ દિવસ છે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત પોલીસ અધિકારી સ્વ. શિવલાલભાઇ જાેષીના ઘરે ૧-૨-૧૯૭૦ ના રોજ જન્મેલ વિનુભાઇ જાેષી નવ વર્ષ સુધી જૂનાગઢ જિલ્લાના અકિલા બ્યુરો ચીફ સૂર્યકાન્તભાઇ જાેષીના મદદનીશ તરીકે કામગીરી સંભાળતા રહેલ ૧૩ વર્ષ પહેલા સૂર્યકાન્તભાઇ જાેષીનું અવસાન થતા તેમના સ્થાને પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ કરી અને જુનાગઢ જીલ્લાના અકિલાના બ્યુરો ચીફ તરીકે પ્રતિનિધિત્વ સંભાળી રહ્યા છે. આજે તેઓના જન્મદિન નિમિતે તેમના શુભેચ્છકો મો. ૯૮૨૫૨ ૩૬૭૧૮ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

error: Content is protected !!