પાંચ ગુનામાં ફરાર ગોંડલના યુવકની જૂનાગઢમાંથી અટક કરતી પોલીસ

0

ગોંડલમાં જેતપુર રોડ ઉપર આવેલ રાજનગરમાં રહેતો શ્યામ ઉર્ફે ભાણો ઘુસાભાઈ ઉર્ફે ઘનશ્યામભાઇ મેતા(ઉ.વ.૨૩) સામે વર્ષ ૨૦૨૨માં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો પરંતુ ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. દરમ્યાન શ્યામ ઉર્ફે ભાણો જૂનાગઢ શહેરમાં વંથલી રોડ પર આવેલ અક્ષર મંદિર પાસે હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે. જે. પટેલ, પીએસઆઈ જે. જે. ગઢવી, એએસઆઇ પુંજાભાઈ ભરાઇ વગેરે દોડી જઈને આ શખ્સને ઝડપી લઇ તાલુકા પોલીસને સોંપી દીધો હતો. આ યુવક વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબના ગુના ઉપરાંત પ્રોહિબિશનનાં ૪ ગુના નોંધાયા હતાં. જેમાં તેને રાજકોટ ગ્રામ્ય, મોરબી તથા પોરબંદર પોલીસ શોધતી હતી.

error: Content is protected !!