કેશોદમાં જીઆરડી કર્મચારીને માર મારી ધમકી આપી

0

કેશોદ તાલુકાના પ્રાચલી ગામના ભરતકુમાર જેન્તીલાલ ભટ્ટ(ઉ.વ.પર) જીઆરડી સભ્યએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગુંજનબેન ગુણાભાઈ ઘોડાસરા તેમજ સોહિલ ઉર્ફે સુર્યો બાબુભાઈ સીડા રહે. બંને કેશોદ વાળા વિરૂધ્ધ નોંધાવેેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તેની નાઈટ ડયુટીમાં ફરજ ઉપર હોઈ દરમ્યાન આ કામના આરોપીઓ ગલીમાંથી ચાલીને નીકળતા ફરિયાદીએ રાત્રે ગલીમાં શું કરવા ગયેલ હતા તેમ પુછતાં આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઈ ફરિયાદીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપી નં-૧એ ફરિયાદીને થપ્પડો તથા ઢીકા મારી નખથી વીસકા ભરી તથા આરોપી નં-રએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૩ર, ૧૮૬, ર૯૪(ખ), પ૦૬(ર), ૧૪૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. કેશોદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

error: Content is protected !!