કેશોદમાં પોલીસ સબ ઈન્સ્પેકટરની ફરજમાં રૂકાવટ કરી માર મારી ધમકી આપવા અંગે બે સામે ફરિયાદ

0

કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટરની ફરજમાં રૂકાવટ કરી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે આપેલી વિગત અનુસાર, ગઈકાલે તા.૩૧-૧-ર૦ર૪ કલાક ૧૯ઃ૧પ વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે બનેલા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જાકીરહુસેન અબ્દુલકાદર કછોટએ આ કામના આરોપી મોહન ઉર્ફે મોહિત દયાતર, કનસિંહ ઉર્ફે ટકો રહે.બંને શેરગઢ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી રાજય સેવક પોલીસ સબ ઈન્સ્પેકટર હોય અને તેઓની પાસે કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧ર૦૩૦૩૦ર૩૦૮૮૯/ર૩ ઈ.પી.કો.ક. ૩પ૪, ૩ર૩, ર૯૪(ખ), ૧૧૪ મુજબના ગુનાની તપાસ હોય તેમાં આ કામના બંને આરોપીઓ જ આરોપી હોય જેથી ગુનાના કામે પો.સ્ટે. ખાતે ફરિયાદીની ઓફિસમાં આવી કહેવા લાગેલ કે તમારી જે કાર્યવાહી થતી હોય તે તાત્કાલીક પુર્ણ કરો અમારે બહાર ગામ જવાનું છે તેવું કહેતા આ કામના ફરિયાદીએ કહેલ કે અમો ગુનાની તપાસના કામે અવાર-નવાર તમારા ઘરે તપાસ અર્થે આવેલ હતા અને તેમોને હાજર રહેવા નોટિસ પણ આપેલ હતી તેમ છતાં તમો હાલ અત્યારે આવેલ છો તેવી વાત કરતા આ બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ઉગ્ર બની ફરિયાદી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આરોપી નં-રએ ફરિયાદીને પાછળથી પકડી રાખી આરોપી નં-૧એ ફરિયાદીની જમણી આંખ ઉપર જાપટ મારી ઈજા કરી બંને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ કામના આરોપી વિરૂધ્ધ કલમ ૧૮૬, ૩૩ર, પ૦૬(ર), ૧૪૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!