જૂનાગઢ : દુકાનના દસ્તાવેજ પહેલા ચેક મારફતે રૂા.૧પ લાખ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં મધુરમ-વંથલી રોડ, એકતા-એ કોમ્પ્લેક્ષ ખાતે ગત તા.પ-૭-ર૦ર૩ કલાક ૧૧થી તા.ર૮-૧ર-ર૦ર૩ કલાક ૧૮ દરમ્યાન બનેલા એક બનાવમાં દુકાનના દસ્તાવેજ પહેલા જ રૂા.૧પ લાખની છેતરપિંડી થયાનો બનાવ બહાર આવેલ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, રાજકોટના કાલાવાડ રોડ, નિર્માણ રેસીડેન્સી, અમૃતનગર, શેરી નં-પ, જયોતીનગર ચોક, ફલેટ નં-૪૦૧ ખાતે રહેતા જીગ્નાશાબેન દિપકભાઈ ધ્રાંગાએ કરશનભાઈ ધરણાતભાઈ કંડોરીયા રહે.જીવરાજ પાર્ક, ધ કોટીયાર્ડ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૧ર૦૧, રાજકોટ, મુળ ગામ કેવદ્રા તા.કેશોદ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીની જૂનાગઢ શહેરમાં મહાનગર પાલીકા હદમાં આવેલ ગામ ટીંબાવાડીના રેવન્યુ સર્વે નં-૮ર પૈકી એકર ૩-૩પ ગુઠા રહેણાંકના હેતુ માટે બીન ખેતીમાં મંજુર થયેલ જમીનના લેઆઉટ પ્લાનમાં જણાવેલ પ્લોટો પૈકી પ્લોટ નં-ર/-એ બી જમીન ચો.મી.ર૬૦-૬૬પ મળી કુલ જમીન ચો.મી. પર૧-૩૩ ઉપર બંધાયેલ એકતા કોમ્પ્લેક્ષ નામના બહુમાળી મકાનમાં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ દુકાન નં-૯ બિલ્ડઅપ ૯-૭૪ આશરે ક્ષેત્રફળ ધરાવતી દુકાન આવેલ હોય જે ફરિયાદીએ રૂા.૧પ,૦૦,૦૦૦માં તેમની પાસેથી વેંચાતી લીધેલ હોય અને જે દુકાન ઉપર લોન ચાલું હોય જેથી તે લોનના રૂપીયા ભરવા સારૂ આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી દુકાનના દસ્તાવેજ પહેલા જ ચેક મારફતે રૂા.૧પ,૦૦,૦૦૦ મેળવી લઈ અને ત્યારબાદ આજદિન સુધી ફરિયાદીને દુકાનનો દસ્તાવેજ નહી કરી આપી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૪૦૬, ૪ર૦ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!