જૂનાગઢના સેવાભાવી અને વણીક સોશ્યલ ગ્રુપના પ્રમુખ કુશલ પારેખના જન્મદિન પ્રસંગે સંતોએ આપ્યા આર્શીવાદ

0

જૂનાગઢ શહેરમાં અનેક સેવાકિય પ્રવૃતિ તેમજ જ્ઞાતિ-સમાજના કાર્યો અને વિવિધ વર્ગો સાથે સંસ્થાઓ સાથે જાેડાઈ અને પરોપકારી સેવાકીય પ્રવૃતિ કરી અને સારી એવી ચાહના નાની ઉંમરમાં પ્રાપ્ત કરેલા અને વણીક સોશ્યલ ગ્રુપના નવ યુવાન પ્રમુખ કુશલ પારેખનો ગઈકાલે જન્મદિવસ હોય તે નિમિતે તેમના શુભેચ્છકો, સ્નેહિમિત્રોએ ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત કુશલભાઈ પારેખ ગઈકાલે જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે દર્શનાર્થે ગયેલા હતા અને સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવોની પૂજા-વંદના કરી હતી. સેવાભાવી અને કર્મનિષ્ઠ એવા કુશલભાઈ પારેખના જન્મદિવસના પર્વ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી સ્વામિ પૂજય પ્રેમસ્વરૂપદાસજી તથા પૂજય પી.પી. સ્વામિએ તેઓને ખુબ ખુબ આર્શીવાદ અને વધુને વધુ સારા કાર્યો અને સેવાકીય કાર્યો કરે તેવી શુભકામના અને શુભાઆશીષ પાઠવ્યા હતા.

error: Content is protected !!