જૂનાગઢ પ્રસુતાના મોતનો મામલો : સેલાઈન બોટલમાં ટોક્સિનના રિપોર્ટ છતાં આરોગ્ય વિભાગે કેમ કાર્યવાહી ન કરી ? સળગતો સવાલ

0

જૂનાગઢની ખાનગી ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલી મહિલાઓનું સિઝેરિયન કર્યા બાદ ગણતરીના કલાકોમાં કિડની ફેલ થઇ જવાની સાથે સાથે શરીરના અન્ય મહત્વના અંગોમાં ઇન્ફેક્શન થતાં ૨ પ્રસૂતાના મૃત્યું થયાની વાત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ પોતે સ્વીકારી છે. આ ઘટનામાં હોસ્પિટલ દ્વારા રજૂ કરવામાં આવેલ દવા ઉત્પાદક કંપનીની સેલાઈન બોટલમાં ટોક્સિન હોવાનું બહાર આવ્યું હોવા છતાં આરોગ્ય વિભાગ આજ સુધી આ કંપનીને કેમ છાવરી રહ્યો છે ? તે સવાલ ઉઠ્‌યો છે. બીજીબાજુ આ ઘટનાને બહાર લાવ્યા બાદ આજે પોલીસ વિભાગ દ્વારા મહિલા દર્દીઓના પરિવારજનોનું નિવેદન લેવાયું હતું. તેમાં આજે એ વાતનો ઉમેરો કરવામાં આવ્યો છે કે, આ દર્દીઓની હાલની સ્થિતિ કેવી છે, ક્યાં સારવાર ચાલે છે, વગેરે. પરંતુ સૌથી મોટો સવાલ આજે પણ એજ છે કે દવા ઉત્પાદક કંપનીના બાટલામાં ટોક્સિન હોવાનું જ્યારે પુરવાર થઇ ચૂક્યું છે ત્યારે પણ તેની સામે કેમ કાર્યવાહી થતી નથી. આ પ્રકરણમાં સૌથી વધુ જવાબદાર હોવા છતાં બેજવાબદાર રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સોમવારે એવું કહેતા હતા કે અમને કોઈ ફરિયાદ મળી નથી. પણ બુધવારે તેમણે જ આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો કે, હા આવી ઘટના બની છે અને તેમાં ૨ મહિલાના મૃત્યું થયા છે. જ્યારે હોસ્પિટલના સંચાલકો તો એક જ મૃત્યું થયું હોવાનું કહે છે. તેની તપાસ પણ થવી જાેઈએ.

error: Content is protected !!