જૂનાગઢ પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૨૦ પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી

0

ગુજરાત રાજયના અધિક પોલીસ મહાનિર્દેશક(વહિવટ) દ્વારા આદેશ જારી કરાયા

જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા બિનહથીયારી ર૦ પોલીસ સબ ઈન્સ્પેકટરોની ગઈકાલે બદલી કરવામાં આવી છે અને અન્ય શહેરોમાં મુકવામાં આવેલ છે. ત્યારે અન્ય શહેરોમાંથી બદલી પામીને પોલીસ સબ ઈન્સ્પેકટરોની જૂનાગઢમાં નિમણુંક આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી એક તરફ રાજયકિય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સરકારના વિવિધ વિભાગોમાં બદલીનો દોર શરૂ થયો છે. બે દિવસ પહેલા જ આઈએસ કક્ષાના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે અને આ દરમ્યાન ગઈકાલે ગુજરાત રાજયમાં ફરજ બજાવતા બિન હથીયાર પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી અંગેના આદેશ જારી કરવામાં આવેલ છે. રાજયના અધિક પોલીસ મહાનિર્દેશક(વહિવટ) નરસિંમ્હા કોમાર દ્વારા પરિપત્ર જારી થયેલ છે અને વિવિધ શહેરોના થઈ કુલ પપ૧ પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી થઈ છે. જેમાં જૂનાગઢ જીલ્લામાં ફરજ બજાવતા ૧૯ પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ વિભાગમાં ફરજ બજાવતા રામાણી પ્રશાંત જયંતિલાલને વડોદરા શહેર ખાતે મુકવામાં આવેલ છે, ચાવડા શકિતરાજસિંહ ઘનશ્યામભાઈને જૂનાગઢ વિભાગમાંથી સુરત શહેર ખાતે મુકવામાં આવેલ છે, ચુડાસમા હરવિજયસિંહ નટવરસિંહને જૂનાગઢ વિભાગમાંથી અમદાવાદ શહેર ખાતે મુકવામાં આવેલ છે, રાઠોડ ભારતીબેન કાંતિલાલને જૂનાગઢથી ગીર-સોમનાથ મુકવામાં આવ્યા છે, વાળા મનિષાબેન દુદાભાઈને જૂનાગઢથી અમદાવાદ ગ્રામ્યમાં મુકાયા છે, ડામોર રણજીતસિંહ દેવચંદભાઈને જૂનાગઢથી વડોદરા ગ્રામ્યમાં મુકવામાં આવેલ છે, મોરી કિરીટસિંહ મહેન્દ્રસિંહને જૂનાગઢથી અમરેલી મુકવામાં આવેલ છે, ઉંઝીયા વિધી કાંતીલાલને જૂનાગઢથી આણંદ મુકવામાં આવેલ છે, વાઘમસિંહ ભાનુબેન મથુરભાઈને પીટીસી જૂનાગઢથી જૂનાગઢ મુકવામાં આવેલ છે, ગઢવી જીગ્નેશ જબરદાન(ઈશરાણી)ને જૂનાગઢથી ગાંધીનગર મુકવામાં આવેલ છે, શુકલા નિરાલી અશ્વિનભાઈને જૂનાગઢથી રાજય આઈબી ખાતે મુકવામાં આવેલ છે, બોદર પંકજરાય જેન્તીલાલને જૂનાગઢથી રાજય આઈબી ખાતે મુકાયેલ છે, જલવાણી કૌશર ગુલાબખાનને જૂનાગઢથી અમદાવાદ શહેર ખાતે મુકવામાં આવેલ છે, મારૂ કિંજલબેન કરશનભાઈને જૂનાગઢથી દેવભૂમિ દ્વારકા, કછોડ જાકીર હુસેન અબ્દુલકાદરને જૂનાગઢથી સુરેન્દ્રનગર, ઝાલા પ્રિતીબેન સુનિલસિંહને જૂનાગઢથી પોરબંદર, ચુડાસમા રાજેન્દ્રસિંહ પરબતસિંહને જૂનાગઢથી પોરબંદર, ક્ષત્રીય સંજીવકુમાર નરેન્દ્રસિંહને જૂનાગઢથી ગાંધીનગર ખાતે મુકવામાં આવેલ છે, આંબલીયા નર્મદા વેજાણંદભાઈને જૂનાગઢથી અમદાવાદ શહેરમાં મુકવામાં આવેલ છે જ્યારે વાળા જયરાજ મંગલુભાઈને જૂનાગઢથી રાજકોટ શહેરમાં મુકવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય શહેરોમાંથી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલા બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરમાં પરમાર મહાવિરસિંહ જે. રાજકોટ ગ્રામ્યમાંથી પીટીસી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે, ડામર સુરેશભાઈ ખુશાલભાઈને અમદાવાદ શહેરમાંથી જૂનાગઢ, ચૌધરી શોભાબેન બાબુભાઈ અમદાવાદ શહેરમાંથી જૂનાગઢ, રોહિત રસીકભાઈ ડાહ્યાભાઈને અમદાવાદ શહેરમાંથી જૂનાગઢ, ડામોર રવિશંકર સરદારસિંહને વડોદરા શહેરમાંથી જૂનાગઢ, વસાવા જયોતિબેન જીણાભાઈને વડોદરા શહેરમાંથી જૂનાગઢ, પરમાર વિજયભાઈ મોરારજીભાઈને વડોદરા શહેરમાંથી જૂનાગઢ, રાઠોડ મનિષકુમાર વાલજીભાઈને સુરત શહેરમાંથી જૂનાગઢ, ચિત્તે પ્રિતેશ યોગેન્દ્રને સુરત શહેરમાંથી જૂનાગઢ, કાતરીયા મનિષ નરેશભાઈને સુરત શહેરમાંથી જૂનાગઢ, ખુમાણ અર્ચનાબેન કાનજીભાઈ ગીર-સોમનાથથી પીટીસી જૂનાગઢ, વાળા ઋત્વિક મંગાભાઈ અમદાવાદ શહેરમાંથી જૂનાગઢ મુકવામાં આવેલ છે.

error: Content is protected !!