ખંભાળિયાની બાલમુકુન્દરાયજી હવેલીનું જૂનાગઢ ખાતે પ્રસ્થાન ઃ ૧૧૧ વર્ષ અનેક વૈષ્ણવોની આસ્થાની કેન્દ્ર હતું

0

ખંભાળિયામાં જુની લોહાણા મહાજન વાડી નજીક આવેલી બાલમુકુન્દરાયજીની હવેલી ખાતે છેલ્લા ઘણા દાયકાઓથી અનેક વૈષ્ણવોની આસ્થા, શ્રદ્ધા જાેડાયેલી છે. ત્યારે હવે શ્રી બાલમુકુંદરાયજીની હવેલીમાં બિરાજમાન શ્રીજીનું હવે જૂનાગઢ હવેલી ખાતે પ્રસ્થાન કરાયું છે. છેલ્લા આશરે ૧૧૧ વર્ષથી આ હવેલીમાં ખાસ કરીને વૈષ્ણવ બહેનો દ્વારા નિયમિત દર્શન, સેવા ઉપરાંત વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હતી. આ હવેલી માટે પાયાના પથ્થર એવા સ્વ. શ્રી કાંતિલાલ લાધારામ ભટ્ટ તથા સ્વ. સુશીલાબેન કાંતિલાલ ભટ્ટ પરિવાર દ્વારા સુવ્યવસ્થિત રીતે સેવા-પૂજા થતી હતી. હાલ મુકુન્દરાયજીની હવેલી હવે જૂનાગઢ ખાતે શ્રી વિઠ્ઠલેશ ભવન હવેલી ખાતે બિરાજમાન થશે. આ માટે ધામધૂમપૂર્વક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

error: Content is protected !!