કેશોદ લગ્ન બાદ રક્ષાબંધનનો તહેવાર કરવા જાવ છું તેમ કહી નાગપુર મહારાષ્ટ્રની યુવતી ઘરેણા, કપડા, મોબાઈલ લઈ જતી રહી

0

કુલ રૂા.૩,૦૧,ર૩૩ની છેતરપિંડી અને વિશ્વાઘાતની ત્રણ મહિલા સહિત સાત સામે ફરિયાદ

જૂનાગઢ જીલ્લાના કેશોદ ખાતે રોયલ એપાર્ટમેન્ટ નજીક બનેલા એક બનાવમાં નાગપુર મહારાષ્ટ્રની યુવતી લગ્ન બાદ રક્ષાબંધનનો તહેવાર કરવા જાવ છું તેમ કહી ઘરેણા, કપડા, મોબાઈલ વિગેરે લઈ જતી રહ્યાના બનાવ અંગે ત્રણ મહિલા સહિત કુલ સાત સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે કેશોદના એરપોર્ટ રોડ ઉપર પ્રજાપતિ સોસાયટી વાળા અને હાલ રોયલ એપાર્ટમેન્ટ બ્લોક નં-ર૦રમાં રહેતા દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચા(ઉ.વ.૩૩)એ ઘનશ્યામભાઈ નારણદાસ નેભવાણી રહે.ગાયત્રી મંદિર સામે કેશોદ, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા હાલ રાજકોટ, મનીષ રામેશરાવ વારજુકર રહે.ગંગાભાઈની ચાલની બાજુમાં, ઘાટ ભૂતેશ્વર નગર, મહાલ, પ્રતિનીબેન મનીષભાઈ વારજુકર રહે.ગંગાભાઈની ચાલની બાજુમાં, ઘાટ ભૂતેશ્વર નગર, મહાલ, લલીતા એકનાથ ભાસ્કરે રહે.ગુજરી રોડ, નાગપુર, મહારાષ્ટ્ર, સુરજભાઈ ગણપરાવ નાગપુર, મહારાષ્ટ્ર તેમજ અર્ચનાબેન સુરેશભાઈ નાગપુર, મહારાષ્ટ્ર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી નં-૧ તથા રએ આ કામના ફરિયાદીને લગ્ન કરાવી આપવાની વાત કરી આરોપી નં-૧ તથા રએ ફરિયાદીને સાહેદો સાથે નાગપુર મહારાષ્ટ્ર ખાતે લઈ જઈ આરોપી નં-૩ થી ૭ નો સંપર્ક કરાવી તમામ આરોપીઓને મળી આરોપી નં-પ સાથે સગાઈ કરવાનું નક્કી કરી સગાઈ તથા લગ્ન કરાવી આરોપી નં-૧ થી ૬ એ ફરિયાદી પાસેથી રોકડા તથા આરોપી નં-પ એ ફરિયાદી પાસેથી રૂા.૯૮૧પ ના કપડા તથા રૂા.૧૮,૯૯૯નો ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રૂા.રર૪ર૦ના ઘરેણા લેવડાવી બાદ આરોપી નં-પ ફરિયાદીના ઘરેથી રક્ષાબંધનનો તહેવાર કરવા જવાનું કહી ફરિયાદીએ લઈ આપેલ ઘરેણા, કપડા, મોબાઈલ ફોન પોતાની સાથે લઈ ફરિયાદીના ઘરેથી જતા રહી બાદ ફરિયાદીના ઘરે પરત નહી આવી તથા તમામ આરોપીઓએ ફરિયાદી પાસેથી સગાઈ તથા લગ્ન માટે અલગ-અલગ સમયે લીધેલ રૂા.ર,૪૯,૯૯૯ તથા આરોપી નં-પએ ફરિયાદી પાસે લેવડાવેલ ઘરેણા, કપડા, મોબાઈલ ફોન જેની કિ.રૂા.પ૧ર૩૪ના ફરિયાદીને પરત નહી આપી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરિયાદી સાથે રોકડ રકમ તથા ચીજવસ્તુ મળી કુલ કિ.રૂા.૩,૦૧,ર૩૩ની છેતરપિંડી તથા વિશ્વાઘાત કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૪૦૬, ૪ર૦, ૧૪૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!