જૂનાગઢમાં વાંધાજનક ભાષણ આપનાર મુફતી સલમાન અઝહરીના ર૦ કલાકના રિમાન્ડ પુર્ણ થતા આજે કોર્ટમાં ફરી રજુ કરાશે

0

જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં ગત તા.૩૧ના રોજ યોજાયેલા વ્યસન મુકિત અંગેના કાર્યક્રમમાં મુંબઈના મુફતી સલમાન અઝહરી અને કાર્યક્રમના બે આયોજકો મહમદ યુસુફભાઈ મલેક અને અજીમભાઈ હબીબભાઈ ઓડેદરાને જૂનાગઢના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પઠાણની કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ માંગવામાં આવતા ત્રણેયના એક-એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. દરમ્યાન મુફતી સલમાન અઝહરીને ર૦ કલાકના રિમાન્ડ બાદ આજે ૪ કલાકે ફરીવાર તેઓને કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. મુંબઈ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા કેસ જૂનાગઢમાં વાંધાજનક ભાષણ મામલે ગઈકાલે બપોરે ર.૧પ કલાકે આરોપી મુફતી સલમાન અઝહરી, આયોજકો મહમદ યુસુફ મલેક અને અઝીમ અબીબ ઓડેદરાને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે જૂનાગઢની ચીફ કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં પોલીસે તપાસ માટે ૧૮ મુદ્દાઓ ટાંકયા હતા. જે મામલે તપાસ કરવા કોર્ટે ત્રણેય આરોપીના આજ તા.૭ ફેબ્રુઆરીના બપોરના ૪ વાગ્યા સુધીના(ર૦ કલાક) રિમાન્ડ મંજુર કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. જૂનાગઢમાં તા.૩૧ જાન્યુઆરીની રાતે કોર્ટ રોડ ઉપર આવેલ નરસિંહ વિદ્યા મંદિર ખાતે નશામુકતિના નામે યોજાયેલ એક કાર્યક્રમમાં વકતા તરીકે મુફતી સલમાન અઝહરીેએ વાંધાજનક ભાષણ આપતા પોલીસે આ મામલે મુફતી અને કાર્યક્રમના બે આયોજકો સામે ગુનો દાખલ કર્યો હતો. જે કેસની તપાસ એલસીબી પી.આઈ. જે.જે. પટેલ ચલાવી રહ્યા છે. તેઓએ ગઈકાલે બપોરે ર.૧પ કલાકે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં મુફતી સલમાન અઝહરી સહિત ત્રણેય આરોપીને રજુ કર્યા હતા ત્યારે જૂનાગઢ શહેરમાં જયાં સુધી રિમાન્ડ અંગેની સુનાવણી ચાલી ત્યાં સુધી જીલ્લા કોર્ટથી લઈને ચિતાખાના ચોક, મજેવડી દરવાજા સહિતના માર્ગો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૂનાગઢ અને ગીર-સોમનાથના બંને એસપી સહિતનો પોલીસ કાફલો કોર્ટ ખાતે હાજર હતો. ચારેય ચોકમાં પોલીસે બેરીકેટ મુકીને વાહન ચેકિંગ અને કોર્ટ રોડ ઉપર વાહનોની અવર-જવર ઉપર પાબંધી લગાવી દીધી હતી. અત્રેની ચીફ જયુડીશીયલ કોર્ટમાં ૧૦ દિવસના રિમાન્ડની માંગ સાથે સરકારી વકીલે રિમાન્ડ માટે એક કલાક સુધી દલીલો કરી હતી. જેમાં એવું કહ્યું કે, આરોપીઓએ વ્યસન મુકિતના નામે અલગ મુદ્દાઓ ઉપર વાંધાજનક ભાષણ આપ્યું હતું અને તે મુદ્દે અલગ-અલગ મુદ્દે તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. તેની સામે બચાવપક્ષના વકીલે પણ મુફતીના તરફી દલીલો કોર્ટ સમક્ષ રજુ કરી હતી. જેમાં બચાવ પક્ષે કહ્યું કે, રિમાન્ડ માટે રજુ કરેલા મુદ્દાઓ પાયાવિહોણા છે અને મુફતીએ પોતાના ભાષણમાં કોઈ જ્ઞાતિનું નામ લઈને બોલ્યા નથી અને તેઓ જે બોલ્યા તે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનાના યુધ્ધ મામલે પોતાની વાત વકતવ્યમાં રજુ કરી છે. તેઓ વિશ્વભરમાં ઈ તમામ દલીલો બાદ સાંજના ૭ઃ૩૦ કલાકે ચીફ કોર્ટે ત્રણેય આરોપીના ર૦ કલાકના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ મળતા જ પોલીસે ત્રણેય આરોપીને કોર્ટથી લઈને છેક સામે સભા સ્થળ નજીક આવેલ મસ્જીદ સુધી લાવીને ગાડીમાં બેસાડી તપાસ માટે રવાના થયેલ હતી. દરમ્યાન આજે બપોરે ૪ વાગ્યે મુફતી સલમાન અઝહરીને કોર્ટમાં રજુ કરાશે.

error: Content is protected !!