ખંભાળિયા, ભાણવડમાં કોંગ્રેસ દ્વારા જન અધિકાર સંવાદ કાર્યક્રમ યોજાયો

0

મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના મુજબ ખંભાળિયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા જન અધિકાર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જ રીતે જિલ્લાના ભાણવડ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા પણ જન અધિકાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજાના પ્રાણ પ્રશ્નો અંગે ચર્ચા કરી, આ પ્રશ્નોના ઉકેલ માટે મામલતદારને આવેદનપત્ર પાઠવી, રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, લોકસભા કો-ઓર્ડીનેટર સામતભાઈ ઓડેદરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયા, પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટી, સારાબેન મકવાણા દ્વારા આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એભાભાઈ કરમુર, જીવાભાઈ આંબલીયા, નાગાજણભાઈ જામ, પરબતભાઈ હડિયલ, જીવાભાઈ કનારા, કાંતિભાઈ નકુમ, રવિન્દ્રસિંહ જાડેજા, કવિતાબેન ત્રિવેદી, છાયાબેન કુવા, ફિરોજભાઈ બ્લોચ, હિતેષભાઈ નકુમ સાથે મોટી સંખ્યામાં આગેવાનો જાેડાયા હતા. ભાણવડ ખાતેના માર્ગદર્શન તથા સંવાદ કાર્યક્રમમાં મુકેશભાઈ વાવણોટિયા, ડાહીબેન છુછર, હિતેષભાઇ જાેશી, ગિરધરભાઈ વાઘેલા, વાહીદભાઈ ગીરાચ, ડો. રાબડીયા, માલદેભાઈ રાવલિયા ભરતભાઈ વાઘેલા, રસિકભાઈ ચૌહાણ સાથે મોટી સંખ્યામાં આગેવાનો જાેડાયા હતા.

error: Content is protected !!