જૂનાગઢ : રૂા.પ૩,રપ,૧૭૬ની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ત્રણ સામે પોલીસ ફરિયાદ : ચકચાર

0

જુના વેપારી પાડોશીની ઓળખાણનો લાભ લઈ પુર્વ આયોજીત કાવતરૂ રચી છેતરપિંડી કરી

જૂનાગઢના એક વેપારી સાથે જુના વેપારી પાડોશીની ઓળખાણનો લાભ લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ બહાર આવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર મે ર૦ર૩થી આજ દિવસ સુધીમાં બનેલા બનાવમાં સાબલપુર શ્રી રામ એસ્ટેટ પ્લોટ નંબર પ, ૬, ૭ ખાતે આવેલ શુભમ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલા બનાવ અંગે ફરિયાદી શંકરલાલ મોહનલાલ મેઘાણી(ઉ.વ.૪૯) રહે. રાયજીબાગ, શેરી નં-રએ આ કામના આરોપી મહમદ ઈકરાફ કરીમભાઈ ડાંગરા, મેહમુદ રજા મોહમદ ઈકરાફ ડાંગરા, મુનાફભાઈ કરીમભાઈ ડાંગરા રહે.તમામ દમણ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ તાજ એન્ટરપ્રાઇજ તથા ડાંગરા જનરલ ટ્રેડીંગ નામની પેઢી ચલાવતા હોય જેઓ આ કામના ફરીયાદી તથા સાહેદના જુના વેપારી પાડોશી હોય જે ઓળખાણનો લાભ લઇ આ કામના આરોપીઓએ ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના ઇરાદે આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી આરોપી નં-૧ મે/૨૦૨૩ ના રોજ ફરીયાદીના કારખાને જઇ પોતે તેલનો મોટો વેપાર કરે છે અને તેઓ વિદેશથી માલનુ ઇમ્પોર્ટ કરે છે તેવું ફરીયાદીને જણાવી અને આરોપી નં-૩એ ફરીયાદી સાથે ફોનમાં વાત કરી પોતાની સાથે વેપાર કરશે તો મોટો નફો અપાવશું અને મોટું માર્કેટ કરી આપશું તેવો જુની ઓળખાણના અને વેપારીના નાતે ફરીયાદીનો વિશ્વાસ જીતી ફરીયાદી સાથે વેપાર કરી કુલ રૂા.૪૧,૨૫,૧૭૬/- નો તેલનો માલ ખરીદ કરી અને ફરીયાદીને વિદેશથી માલ મંગાવી દેવાના બહાને ફરીયાદી પાસેથી રૂા.૧૨૦૦૦૦૦/- એડવાન્સમા લઇ તે માલ રવાના કરેલ તેવા બહાના હેઠળ માલ મોકલ્યા વગરના બનાવટી બીલ બનાવી તેના ફોટા તથા ટેન્કરના ફોટાઓ આરોપી નં-૨નાએ ફરીયાદીને વ્હોટસપમા મોકલી ફરીયાદીને વિશ્વાસમા રાખી આજ દિન સુધી ફરીયાદીએ માલ મોકલેલ તેના રૂા.૪૧,૨૫,૧૭૬/- નહી ચુકવી તેમજ ફરીયાદીએ માલ મંગાવેલ તેના રૂા.૧૨,૦૦,૦૦૦/- એડવાન્સમા લઇ તે માલ કે એડવાન્સ આપેલ તે પૈસા આરોપીઓએ ફરીયાદીને પરત નહી આપી આ કામના તમામ આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરાના ભાગ રૂપે એક બીજાને મદદગારી કરી ફરીયાદીના કુલ રૂા.૫૩,૨૫,૧૭૬/- ઓળવી જઇ આ કામના વેપારી આરોપીઓએ ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૪૦૬, ૪૦૯, ૪ર૦, ૪૬૮, ૪૭૧, ૧ર૦(બી), ૧૪૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એ. ગઢવી ચલાવી રહ્યા છે.

error: Content is protected !!