જૂનાગઢ પોલીસના તોડકાંડમાં રિમાન્ડ પુર્ણ થતા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ જેલ હવાલે

0

જૂનાગઢ પોલીસના તોડકાંડ મામલે પકડાયેલા આરોપી માણાવદરના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ પુર્ણ થતા ગઈકાલે બપોરે ગુજરાત એટીએસએ તેને જૂનાગઢ કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. એટીએસએ વધુ રિમાન્ડની માંગણી કરેલ ના હોવાથી કોર્ટે આરોપી તરલ ભટ્ટને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. જૂનાગઢ એસઓજીના તોડકાંડ અને રપ લાખની લાંચ માંગ્યાના કેસના તાર છેક આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાેડાયેલ હોવાના જાેરશોરથી બુમ બરાડા પાડતી એટીએસ અચાનક પાણીમાં બેસી ગયેલ હોવાનો ઘાટ ઘડાયો છે. આ કેસમાં આરોપી તરીકે રહેલા તરલ ભટ્ટને ચાર દિવસ સુધી રિમાન્ડમાં રાખેલી ગુજરાત એટીએસ શું શું ઓકાવી શકી છે, તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી દરમ્યાન ગઈકાલે ચાર દિવસના રિમાન્ડ પુર્ણ થતા ગઈકાલે બપોરે ૩ઃર૦ કલાકે એટીએસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે જૂનાગઢ સેસન્સ કોર્ટમાં રજુ કર્યો હતો. ગઈકાલે કોર્ટમાં એટીએસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરી ના હતી જેથી કોર્ટે આરોપી તરલ ભટ્ટને જેલહવાલે કરવાનો હુકમ કરતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તરલ ભટ્ટને જૂનાગઢ જીલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દીપક જાનીની હજુ સુધી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી જે મુખ્ય આરોપી દ્વારા રપ લાખની લાખની લાંચ માંગેલી તે શું હજુ એટીએસની પકડથી બહાર છે. તેને કયારે એટીએસ પકડશે તે સવાલો ઉઠી રહ્યા છે. જયારે તરલ ભટ્ટને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે જૂનાગઢ કોર્ટમાં લવાયો હતો ત્યારે એટીએસ દ્વારા ૧૩ જેટલા મુદ્દાઓની તપાસ માટે રિમાન્ડની માંગ કરી હતી જે મુદ્દાઓ ઉપર તપાસમાં શું થયું તેની વિગતો હજુ બહાર લાવવામાં આવી નથી. આ કેસમાં તરલ ભટ્ટ સિવાય કોઈ ઉચ્ચ અધિકારી પણ સંડોવાયેલ હોવાની ચર્ચાએ પણ જાેર પકડયું હતું. તે મુદ્દો પણ જાણે શાંત કરી દેવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આ કેસ ઉપર પડદો પાડી દેવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તરલ ભટ્ટને જેલહવાલે કરવામાં આવતા તેના રેગ્યુલર જામીન માટે તેમના વકીલ દ્વારા આગામી દિવસોમાં અરજી મુકવામાં આવશે.

error: Content is protected !!