કેશોદ પંથકમાં જુની બડોદર વાળી ગાળીના સીમ વિસ્તારમાં રૂા.૪પ,૧૪૦ના મુદ્દામાલની ચોરી

0

કેશોદના દેવાણીનગર-૧, વેરાવળ રોડ ઉપર રહેતા યુવરાજભાઈ બાલુભાઈ ગરચર(ઉ.વ.૩૦)એ આ કામના આરોપી રમણીકભાઈ ઠુંમર રહે.કેશોદ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.ર૮-૧ર-ર૦ર૩ કલાક ૭ સુધીના સમયગાળા દરમ્યાન અલગ-અલગ સમયે બનેલા બનાવમાં જુની બડોદર વાળી ગાળી સીમ વિસ્તારમાંથી આરોપીએ ફરિયાદી તથા સાહેદોના ખેતરમાં ખુલ્લી જગ્યામાંથી પટ્ટી કેબલ ૮૩૦ ફુટ રૂા.ર૭,૩૯૦ની કિંમત તથા ફુવારીની લાઈટ ૧૮ જેની કિ.રૂા.૯ હજાર તથા ફુવારા માટેના લોખંડના સ્ટેન્ડ સહિત ચકલા નંગ-૧પ જેની કિ.રૂા.૮રપ૦ તથા લોખંડની ઓરણીના લોખંડના પાઈપ જેની કિ.રૂા.પ૦૦ મળી કુલ રૂા.૪પ,૧૪૦ના મુદ્દામાલની ચોરી કરી ગયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!