આગામી શિવરાત્રી મેળામાં ઈલેકટ્રીક બસ ચલાવવા સહિતના સુચનો કરાયા

0

જૂનાગઢના ભવનાથ ખાતે પ માર્ચથી ૮ માર્ચ સુધી મહા શિવરાત્રીનો મેળો યોજાવાનો છે. ત્યારે આ મેળાને લઈને જે મિટીંગ થતી હોય છે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડિરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે કલેકટરને પત્ર પાઠવી કેટલાક સુચનો કર્યા છે. પત્રમાં જણાવાયું છે કે, મેળામાં પર્યાવરણને ધ્યાને લઈને ઈલેકટ્રીક બસ ચલાવવીજાેઈએ. ઉતારા અને સામાજીક સંસ્થાને જે જગ્યાએ ઉતારા ફાળવાય છે તે જગ્યાએ જ આ વર્ષે પણ ફાળવણી કરવી જાેઈએ. ઉતારાઓમાં લાઈટ, પાણી, ગટરના કનેકશનો સમયસર આપવા, વન વિસ્તારમાં ૧૦૦થી વધુ ઉતારા પડે છે તેમને પણ આ વર્ષે યોગ્ય જગ્યા આપવી, મેળામાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તેમાં સ્થાનિક કલાકારોને અગ્રતા આપવી, ભવનાથ મંદિર અને અન્ય અખાડાને લાઈટ, પાણી અને મંડપ સહિતની સુવિધા પુરી પાડવી, જૂનાગઢ શહેરમાં રવેડીનું લાઈવ પ્રસારણ થાય તેવી વ્યવસ્થા કરવી, વધુ રેલવે અને એસટી બસ દોડાવવી, ભવનાથના મુખ્ય પોઈન્ટ ઉપર એવા અધિકારીને ફરજ સોંપવી જે પહેલા જૂનાગઢમાં ફરજ બજાવી ગયા હોય, ઉતારા ધારકો પાસેથી ઉઘરાવાતા સફાઈ, પાણીના વેરા આ વર્ષે ન ઉઘરાવવા, ગિરનાર પર્વત ઉપરની બંધ લાઈટો સત્વે શરૂ કરવી, દામોદર કુંડ પાસેની ત્રિકોણ જગ્યામાં અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવવું, જુદી જુદી કંપનીઓને ભવનાથમાં કામચલાઉ મોબાઈલ ટાવર ઉભા કરે જેથી મોબાઈલ સેવા મળી રહે તેમજ વહિવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુકત ઉપક્રમે ૪ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકડાયરો થાય છે તેમાં ઉદઘાટનમાં સોરઠના ધાર્મિક સંતો જેવા કે, મુકતાનંદ બાપુ, તનસુખગીરી બાપુ, હરિહરાનંદ બાપુ, શૈલજા માતાજી, મહાદેવગીરી બાપુ વગેરેને બોલાવી તેમની પાસે પ્રાસંગિક ધાર્મિક પ્રવચન ગોઠવવા જાેઈએ. આમ, મહાશિવરાત્રી મેળાને લઈને વહિવટી તંત્ર દ્વારા થનારી મિટીંગમાં આ સુચનોને પણ ધ્યાને લેવા રજુઆત કરાઈ છે.

error: Content is protected !!