વંથલી નજીક ખોખરડા ફાટક પાસે આવેલા પુલ પાસેના રોડ ઉપરથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

0

વંથલી તાબાના કણજા ધારથી ખોખરડા ફાટક વચ્ચે પુલ પાસે રોડની સાઈડમાંથી એક શખ્સને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મિલનભાઈ રાજાભાઈએ આ કામના આરોપી હિરેન નગાભાઈ ડાકી(ઉ.વ.ર૧) રહે.કણજાધાર તથા હાજર નહી મળી આવેલ સુનિલ ભટ્ટી રહે.વંથલી તેમજ દારૂનો જથ્થો આપનાર એભલ ભારાઈ રહે.સરગવાડા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી નં-૧એ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૩ર રૂા.૧ર,૮૦૦ની કિંમતની તથા અન્ય બોટલ નંગ-રપ રૂા.પ હજારની કિંમતની મળી કુલ ૧૭,૮૦૦નો મુદ્દામાલ તથા મોબાઈલ ફોન નંગ-ર વિગેરે મળી કુલ રૂા.ર૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જવા પામેલ. દરમ્યાન તપાસ હાથ ધરતા દારૂની આ બોટલો પકડાયેલ આરોપી હિરેન તથા સુનિલ ભટ્ટી રહે.વંથલી વાળાએ ભાગીદારીમાં છુટક વેંચાણ કરવા સારૂ મંગાવ્યો હોવાનું અને રેડ દરમ્યાન સુનિલ ભટ્ટી હાજર નહી મળી આવેલ તથા પકડાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો એભલ ભારાઈ રહે.સરગવાડા વાળાએ આપી અને એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.આર. વાઢેર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!