મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે થ્રેસર મશીનમાં તુવેર કાઢવાની કામગીરી દરમ્યાન ટ્રેકટરનું મોટું વ્હીલ છાતી ઉપર ફરી જતા ગંભીર ઈજાથી મૃત્યું

0

મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે ભીખાભાઈ જેરામભાઈ ભોવાણીની વાડીએ બનેલા બનાવમાં ટ્રેકટરનું મોટું વ્હીલ છાતી ઉપર ફરી જતા ગંભીર ઈજાથી યુવાનનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આપેલી વિગત અનુસાર મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના ગૌરાંગભાઈ રાજેશભાઈ રાણોલીયા(ઉ.વ.૩૦) ભીખાભાઈ જેરામભાઈ ભોવાણીની વાડીએ થ્રેસર મશીનમાં તુવેર કાઢવા માટે ગયા હતા અને ત્યાં તુવેર કાઢવાનું કામ ચાલું હતું તે વખતે ગૌરાંગભાઈએ ટ્રેકટર પાસે ઉભા રહી કલચ કરી થ્રેસરના પપ્લરનો ગીયર પાડવા જતા ભુલથી ટ્રેકટરનો ગીયર પડી જતા ટ્રેકટર સાથે જાેઈન્ટ કરેલ થ્રેસર સાથે ટ્રેકટર અચાનક ચાલવા લાગતા મરણ જનાર ગૌરાંગભાઈને ટ્રેકટરનો ધક્કો લાગતા પડી જતા ટ્રેકટરનું મોટું વ્હીલ તેની છાતી ઉપર ફરી જતા ગંભીર ઈજાઓ થતા તેઓનું મૃત્યું થયેલ છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા મેંદરડા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!