બિલખા પોલીસમાં જલારામ બાપા વિશે અપમાનજનક ટીપ્પણી કરનાર ધારાસભ્ય વિરૂધ્ધ ફરિયાદ

0

તાજેતરમાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જાહેરમાં સંત શિરોમણી પુ. જલારામ બાપા વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજ અને સનાતની હિન્દુઓમાં રોષની લાગણી જાેવા મળે છે. જે બનાવના પડઘા રૂપે બિલખાના લોહાણા સમાજ દ્વારા બિલખા પોલીસ સ્ટેશનમાં કલોલના આ બડબોલા ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપર પુ. જલારામ બાપા વિશે અપમાનજનક ટીપ્પણી કરવાની અને સનાતની હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવા અરજી આપવામાં આવેલ છે. લોહાણા મહાજન વાડી ખાતે બપોરે ૪ વાગ્યે આ ધારાસભ્યને ભગવાન સદબુધ્ધિ આપે એવા આશ્ય્થી ધુનનો કાર્યક્રમ યોજી પાંચ મીનીટ મૌન પાળવામાં આવેલ બાદમાં લોહાણા સમાજના પ્રમુખ હિતેષભાઈ કંટારીયા, ઉપપ્રમુખ કુંજેશભાઈ સોઢા, મંત્રી સંજયભાઈ સોઢા, ભાવેશભાઈ મશરાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોહાણા સમાજના આગેવાનો અને જ્ઞાતીજનો બીલખા પોલીસને આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી.

error: Content is protected !!