કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિરૂધ્ધ અશોભનીય નિવેદન કરતા તેના વિરોધમાં જૂનાગઢમાં ભાજપ દ્વારા પુતળા દહન કરાયું

0

કોંગેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “ઓબીસી” અંગે અશોભનીય નિવેદન આપ્યું તેમનાં વિરોધમાં જૂનાગઢ ખાતે ભાજપ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા કાળવા ચોક મોડર્ન ખાતે રાહુલ ગાંધીનું પૂતળાં દહન તેમજ રાહુલ ગાંધી બક્ષીપંચ સમાજની માફી માંગે તે અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, મહાનગરના મહામંત્રી વિનોદભાઈ ચાંદગેરા, પ્રમુખ વિજયસિંહ ઝાલા, મહામંત્રી પુંજાભાઈ સિસોદિયા, વનરાજભાઈ સુત્રેજા, પોરબંદરના પ્રભારી જેઠાભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ હરેશભાઈ ગાગીયા, રમેશભાઈ બાવળીયા, મુન્નાભાઈ ઓડેદરા, મંત્રી શૈલેષભાઈ ભરખડા, વિનોદભાઈ ડાંગર, કિશોરભાઈ ચોટલીયા, વિપુલભાઈ પરમાર, મીડિયા કન્વીનર કેતનભાઇ નાંઢા વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!