જૂનાગઢની હયાત રેલ્વે લાઈનને પ્લાસવાથી શાપુર જાેડવાની માંગણી અંગે સાનુકુળ પ્રતિભાવ આપતા વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર

0

જૂનાગઢ રેલ્વે સ્ટેશનના આધુનિકરણની કામગીરી પણ ટુંક સમયમાં શરૂ થાય તેવા નિર્દેશો

વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને તાજેતરમાં પ્લાસવા-શાપુર રેલ જાેડાણ સમિતિના અગ્રણીઓ મળ્યા હતા અને હયાત રેલ્વે લાઈનને પ્લાસવાથી શાપુર જાેડી દેવાની માંગણી અંગે રજુઆતો કરવામાં આવતા જનરલ મેનેજર દ્વારા સાનુકુળ પ્રતિભાવ આપવામાં આવેલ છે. આ ઉપરાંત અગ્રણીઓએ જૂનાગઢ રેલ્વે સ્ટેશનના આધુનિકરણની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવા રજુઆત કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, વેસ્ટર્ન રેલવેના જી.એમ. અશોક મિશ્રાની બોટાદ રેલ્વે સ્ટેશનની ખાસ વિઝીટને ધ્યાને રાખીને ઢઇેંઝ્રઝ્ર મેમ્બર કમલેશભાઈ શાહ તથા સંજયભાઈ પુરોહિતના પ્રયાસ થકી પ્લાસવા-શાપુર રેલ જાેડાણ સમિતિને મુલાકાતનો સમય ફાળવવામાં આવેલ હતો. એ અનુસંધાને પ્લાસવા-શાપુર રેલ જાેડાણ સમિતિ વતી કે.બી. સંઘવી, રાજુભાઈ જાેબનપુત્રા, અમૃતભાઇ દેસાઈ, સંજયભાઈ વગેરેએ હયાત રેલવે લાઇનને પ્લાસવાથી શાપુર જાેડી દેવાની માંગણી સંદર્ભે રજૂઆત કરી હતી. જે અંગે જી.એમ. દ્વારા સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો અને આ અંગે સર્વે હાથ ધરવાની હૈયાધારણ આપી હતી. સાથે સાથે સમિતિ દ્વારા આ પ્રશ્ને જૂનાગઢ મુલાકાત માટે આગ્રહ કર્યો હતો જે સહર્ષ સ્વીકારી હતી. આ ઉપરાંત જૂનાગઢ રેલવે સ્ટેશનના આધુનિકરણનું મંજૂર થયેલ કામ પણ ઝડપથી હાથ ધરવામાં આવે તે અંગે પણ રજુઆત કરી હતી. આ મુલાકાતથી સમિતિની લડતને વધુ એક કદમ આગળ વધવાની તક મળી છે.

error: Content is protected !!